News Continuous Bureau | Mumbai
જો તમારી પાસે મે મહિનામાં બેંક(banking) સંબંધિત કોઈ કામ હોય, તો તેના માટે હમણાં જ પ્લાન કરો. જેથી તમને સમયસર કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો ન કરવો પડે. ભારતીય રિઝર્વ બેંકે(RBI) મે ૨૦૨૨ની રજા (Bank holiday in May)ઓની યાદી જાહેર કરી છે.
RBIના કેલેન્ડર મુજબ મે (May)મહિનાથી સતત ચાર દિવસ બેંકમાં રજા રહેશે. આ રજાઓ રાજ્યો અને ત્યાંના તહેવારો પ્રમાણે બદલાઈ શકે છે. ઉલ્લેખનીય છે કે, RBI દ્વારા ચાર આધાર પર બેંક રજાઓની યાદી જાહેર કરવામાં આવે છે. આ યાદી દેશ અને રાજ્યોમાં ઉજવાતા તહેવારો પર આધારિત છે.
રાષ્ટ્રીય રજાઓ (National holiday)ઉપરાંત રાજ્યો(state) અનુસાર કેટલીક રજાઓ પણ છે. રિપોર્ટ અનુસાર મે મહિનામાં અલગ-અલગ ઝોનમાં કુલ ૩૧ દિવસમાંથી ૧૩ દિવસ બેંકો બંધ રહેશે. બેંકો વતી, ગ્રાહકોને વિનંતી કરવામાં આવે છે કે, તેઓ મે મહિનામાં બેંક જતા પહેલા તમામ રજાઓનું ધ્યાન રાખે. તમામ ગ્રાહકોએ તમારા શહેર અથવા રાજ્યમાં કયા મહત્વના દિવસો પર શાખાઓ બંધ રહેશે તેની નોંધ લેવી જોઈએ.
આ સમાચાર પણ વાંચો : સાત દિવસમાં કાર્ડ બંધ નહીં થાય તો બેંકે ગ્રાહકને રોજના 500 રૂપિયા ચૂકવવા પડશે.. જાણો વિગતે
મે મહિનામાં બેંકની રજાઓની યાદી(list of bank holiday in May)
૧ મે ૨૦૨૨ : મજૂર દિવસ / મહારાષ્ટ્ર દિવસ. (Labour day and Maharashtra Day) દેશભરમાં બેંક બંધ રહેશે. આ દિવસે રવિવારની પણ રજા રહેશે.
૨ મે ૨૦૨૨ : મહર્ષિ પરશુરામ જયંતિ – ઘણા રાજ્યોમાં રજા રહેશે.
૩ મે, ૨૦૨૨ : ઈદ ઉલ ફિત્ર, બસવ જયંતિ (કર્ણાટક),
૪ મે, ૨૦૨૨ : ઈદ ઉલ ફિત્ર, (તેલંગાણા),
૯ મે, ૨૦૨૨ : ગુરુ રવિન્દ્રનાથ જયંતિ – પશ્ચિમ બંગાળ અને ત્રિપુરા,
૧૪ મે, ૨૦૨૨ :બેંકમાં બીજા શનિવારની રજા,
૧૬ મે, ૨૦૨૨ : બુદ્ધ પૂર્ણિમા,
૨૪ મે, ૨૦૨૨ : કાઝી નઝરુલ ઈસ્મલનો જન્મદિવસ – સિક્કિમ,
૨૮ મે, ૨૦૨૨ : ૪થો શનિવારની બેંકમાં રજા રહેશે,
મે ૨૦૨૨ માં વીકેન્ડ બેંક રજાઓની યાદી,
૧ મે, ૨૦૨૨: રવિવાર, ૮ મે, ૨૦૨૨ : રવિવાર, ૧૫ મે, ૨૦૨૨: રવિવાર, ૨૨ મે, ૨૦૨૨ : રવિવાર, ૨૯ મે, ૨૦૨૨ : રવિવાર.
આ સમાચાર પણ વાંચો : યુક્રેન યુદ્ધનો ફટકો ભારતની સૌથી મોટી વીમા કંપનીને, એલઆઇસી IPOની સાઈઝ આટલા ટકા ઘટવાની શક્યતા