ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૧૦ મે ૨૦૨૧
સોમવાર
દિલ્હીમાં લોકડાઉન ફરી એક અઠવાડિયા માટે વધારવામાં આવ્યું છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આ અંગે માહિતી આપી છે. હવે દિલ્હીમાં ૧૭ મે સુધી લોકડાઉન રહેશે. તે ઉપરાંત નિયમો પણ વધુ કડક કરવામાં આવ્યા છે.
પહેલા લોકડાઉનની મુદત ૧૦ મે સુધીની હતી, પરંતુ દિલ્હીની કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને લોકડાઉનને હજી એકવાર એક અઠવાડિયા સુધી લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે આ અઠવાડિયાના લોકડાઉન દરમિયાન મેટ્રો સેવાઓ પણ બંધ રહેશે. ઉપરાંત તાળાબંધીની અસર સારી છે અને ૨૬ એપ્રિલથી કોરોનાના નવા દર્દીઓની સંખ્યા ઘટી રહી છે. છેલ્લા કેટલાક દિવસોમાં કોરોના પોઝિટીવીટી રેટ 30 ટકાથી ઘટીને 23 ટકા થઈ ગયો છે, એમ કેજરીવાલે ઉમેર્યું હતું.
લોકડાઉન છતાં મુંબઈના વિજ વપરાશમાં અધધધ વધારો; ૬ કરોડ રૂપિયા જેટલો વિજ વપરાશ વધ્યો, જાણો વિગત…
ઉલ્લેખનીય છે કે દિલ્હીમાં ૧૯ એપ્રિલથી લોકડાઉન ચાલુ છે અને દિલ્હીમાં ત્રીજીવાર લોકડાઉન લંબાવવામાં આવ્યું છે. દિલ્હીમાં ગઈ કાલે ૧૩,૩૩૬ કોરોનાના નવા કેસ મળ્યા હતા. તો ૧૪,૭૩૮ લોકો સાજા થયા હતા અને કોરોનાને કારણે ૨૭૩ લોકોના મોત નીપજ્ય હતા.