News Continuous Bureau | Mumbai
માધવપુર ઘેડના મેળામાં ભાગ લેવા માટે ઉત્તર પૂર્વના રાજ્યોના 600થી વધુ કલાકારો ગુજરાત પહોંચી ચૂક્યા છે. આ કલાકારોનું નડિયાદ રેલવે સ્ટેશન ખાતે ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું. અરુણાચલ પ્રદેશ, આસામ, સિક્કિમ, મણિપુર, મિઝોરમ, મેઘાલય, નાગાલેન્ડ અને ત્રિપુરાના રાજ્યના આ કલાકારોની 28 ટીમનું ઢોલ-નગારા સાથે પરંપરાગત ઢબે સ્વાગત કરવામાં આવ્યું. મહત્વપૂર્ણ વાત એ છે કે એપ્રિલ મહિનાના પ્રથમ સપ્તાહ દરમિયાન ઉત્તર-પૂર્વના આ કલાકારો અમદાવાદ, સુરત અને સોમનાથમાં વિવિધ નૃત્ય સ્વરૂપો રજૂ કરશે.
આ સમાચાર પણ વાંચો: AI: આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટેક્નોલોજી દ્વારા ગુનેગારો પકડાયા
ઉલ્લેખનીય છે કે પોરબંદર જિલ્લાના માધવપુર ઘેડમાં 6 એપ્રિલથી 10 એપ્રિલ સુધી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. ક્વિદંતી અનુસાર ભગવાન કૃષ્ણ અને અરુણાચલ પ્રદેશના રાણી રુકમણી વચ્ચેના વિવાહ થયા હતા. આ વિવાહની ઉજવણી સંદર્ભે માધવપુર ઘેડમાં મેળાનું આયોજન કરવામાં આવે છે.
Join Our WhatsApp Community