ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
નવી દિલ્હી
9 જુન 2020
ઘરોમાં કામ કરતી બાઈઓ કોવિડ.19 ને લઈ ઉદ્દભવેલી સ્થિતિ અને તેના લીધે તેમની સાથે થતા વ્યવહાર થી અસ્વસ્થ છે, એક તો તેમને મોટાભાગની હાઉસિંગ સોસાયટીઓમાં પ્રવેશવાની મંજૂરી નથી મળી. બીજું સોસાયટી વાળા એ લોકોના ટેસ્ટ રિપોર્ટ્સ બતાવવાનું કહે છે..આ સાથે જ કેટલીક જગ્યાએ તેઓના અન્ય રિપોર્ટ્સ બતાવવા કહેવાય છે. અને જે રીતે વાણી વર્તન થાય છે તેનાથી અપમાનિત મહેસૂસ કરે છે. જે લોકો મુંબઇ જેવા મેટ્રો સિટીમાં રહે છે, તેઓ કામવાળી બાઈનું મહત્વ જાણે છે. જો કે, કોરોના વાયરસને પગલે, અને લોકડાઉન બાદ ઘણી હાઉસિંગ સોસાયટીઓએ બાઈ માટે દરવાજા બંધ કર્યા છે.
આવા વર્તનથી નારાજ બાઈઓ સામો પ્રશ્ન કરે છે કે "અમે અમારા ટેસ્ટ રિપોર્ટ્સ બતાવવા માટે તૈયાર છીએ, શું અમે જે ઘરે કામ કરીએ છીએ તે લોકો પોતાના ટેસ્ટ રિપોર્ટ્સ બતાવશે? કારણકે એ લોકો પણ જોબ કરવા બહાર જાય છે, બની શકે એ લોકોને કોરોના હોય અને અમને લાગી જાય તો!!??
એક બાઈના કહેવા અનુસાર, ગરીબોને એવી વાત માટે જવાબદાર ઠેરવી રહયાં છે, જે આ લોકોએ ફેલાવી નથી. “આ રોગ વિદેશી દેશોમાં પ્રવાસ કરનારા શ્રીમંત લોકોથી ભારતમાં ફેલાયો હતો અને ત્યારબાદ તે ઝૂંપડપટ્ટી અને અન્ય વિસ્તારોમાં ફેલાયો છે.
કેટલાક મેટ્રો શહેરોમાં મોટાભાગની બાઈઓ એક જ મકાનમાં કામ કરતી નથી, પરંતુ પોતાનું ઘર ચલાવવા માટે દિવસભર અનેક ઘરોમાં કામ કરે છે. જ્યારે કેટલીક સોસાયટીમાં ફક્ત તેઓના બિલ્ડીંગમા જ કામ કરતી હોય એવી બાઈઓને પ્રવેશ આપવામાં આવે છે. જે અન્યાય છે એમ બાઈઓનું કહેવું છે…