ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 21 ઑગસ્ટ, 2021
શનિવાર
બહારગામ જવાનું પ્લાનિંગ હોય અને ટિકિટ બુક કરવાની હોય તો સંભાળીને કરશો. ઇન્ડિયન રેલવે દ્વારા નિયમમાં થોડા ફેરફાર કરવામાં આવ્યા છે. જેમાં સીટોના બુકિંગ કોડ અને કોચ કોડમાં ફેરફાર કરવામાં આવ્યો છે. એથી આ કોડનું ધ્યાન નહીં રાખ્યું તો તમને સીટ મળવામાં મુશ્કેલી થઈ શકે છે.
રેલવેએ પોતાના નવા નિયમ હેઠળ ટ્રેનોમાં નવા પ્રકારના કોચની શરૂઆત કરી છે. હવે આ કોડ દ્વારા પૅસેન્જર ટિકિટ બુક કરતી વખતે પોતાની પસંદગી મુજબની સીટ મેળવી શકશે.
રેલવે દ્વારા ટ્રેનમાં નવા કોચ જોડવામાં આવી રહ્યા છે. એમાં AC-3 ટાયરના ઇકોનોમી ક્લાસનો પણ સમાવેશ થાય છે. આ પ્રકારના કોચમાં 83 બર્થ હશે. હજી સુધી ઇકોનોમી ક્લાસના આ થર્ડ એસી કોચમાં સીટના બુકિંગ માટે ભાડું નક્કી થયું નથી.
તમામ કૅટેગરીના કોચ અને સીટના કોડ બાબતે તમામ ઝોનના પ્રિન્સિપાલ ઑફ કૉમર્શિયલ મૅનેજર્સને નોટિફિકેશન મોકલી દેવામાં આવ્યાં છે. જે હેઠળ થર્ડ ક્લાસ ઇકોનોમી કોચનો બુકિંગ કોડ 3E હશે અને કોચનો કોડ M હશે. આ પ્રકારના વિસ્ટાડોમ એસી કોચનો કોડ EV રાખવામાં આવ્યો છે.
જય સોમનાથ દાદા! સોમનાથમાં પાર્વતી મંદિર માટે આ સુરતીએ કર્યું અધધ આટલા કરોડનું દાન, જાણો કોણ છે
ટૂરિઝમને પ્રમોટ કરવાના ઇરાદે રેલવે આ પ્રકારના કોચ લઈ આવી છે, જેમાં વિસ્ટાડોમ કોચ એ મુજબનો હશે કે મુસાફરો ટ્રેનની અંદર બેસીને પણ બહારનો નજારો માણી શકશે.આ કોચની છત પણ કાચની હશે. રેલવે પ્રશાસન લગભગ દરેક રાજ્યમાં આવી ઓછામાં ઓછી એક એસી ટ્રેન દોડાવાનો વિચાર કરી રહી છે. હાલ આ વિસ્ટાડોમ કોચ મુંબઈના દાદરથી લઈને ગોવાના મડગામ સુધી દોડે છે.
નવા બુકિંગ કોડ અને કોચ કોડ નીચે મુજબ હોઈ ટિકિટ બુક કરતાં પહેલાં પ્રવાસીઓએ ધ્યાન રાખવું પડશે.
કોચ ક્લાસ બુકિંગ કોડ કોચ
વિસ્ટાડોમ DV V.S. AC
સ્લીપર S.L. S
એસી ચૅરકાર C.C. C
થર્ડ એસી 3A B
એસી થ્રી ટાયર ઇકોનોમી 3E M
સેકન્ડ એસી 2A A
ગરીબ રથ ચૅરકાર 3A G
ફર્સ્ટ એસી 1A H
એક્ઝિક્યુટિવ ક્લાસ E.C. E
અનુભૂતિ કલાસ E.A. K
ફર્સ્ટ ક્લાસ F.C F
વિસ્ટાડોમ એસી E.V E.V.