લો બોલો, માત્ર 16 સેકન્ડ માટે ઉતાર્યું Mask, ફટકારાયો આટલો મોટો દંડ; જાણો વિગતે 

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 2 ફેબ્રુઆરી 2022          

બુધવાર. 

કોરોના કાળમાં આપણે આપણા જીવનમાં કેટલીક આદતો ઉમેરી છે. આ આદતોમાં ચહેરા પર માસ્ક પહેરવું, સેનિટાઈઝરનો ઉપયોગ કરવો અને સમયાંતરે હાથ ધોવાનો સમાવેશ થાય છે. આમાંથી માસ્ક પહેરવાની આદત માત્ર સ્વાસ્થ્ય માટે જ નહીં, પરંતુ ક્યારેક ખિસ્સા માટે પણ સારો સાબિત થાય છે. જોકે બ્રિટનમાં એક વ્યક્તિએ આવું નહોતુ કર્યું, જેના બદલામાં તેને લાખોનો દંડ ભરવો પડ્યો હતો.

બ્રિટનના એક વ્યક્તિએ દાવો કર્યો છે કે તેણે એક દુકાનમાં માત્ર '16 સેકન્ડ' માટે પોતાનું માસ્ક ઉતાર્યું હતું કે જેના માટે તેને 2 હજાર પાઉન્ડ  એટલે કે લગભગ 2 લાખ રૂપિયાનો મસમોટો દંડ ફટકારાયો હતો. દાવો કરનાર આ વ્યક્તિએ વધુમાં જણાવ્યું કે તેણે ઈંગ્લેન્ડના પ્રેસ્કૉટમાં આવેલા એક સ્ટોરમાં ખરીદી કરતી વખતે એક ફેસ કવર (માસ્ક) પહેર્યું હતું પણ તબિયત ઠીક નહીં લાગતા આ માસ્ક માત્ર થોડી સેકન્ડો માટે ઉતાર્યું હતું. દરમિયાન આ સ્ટોરમાં હાજર એક પોલીસ અધિકારી તેની પાસે આવ્યો હતો અને માસ્ક નહી પહેરવા બદલ તેનું નામ નોંધ્યું હતું. 

મહાવિકાસ આઘાડી સરકારની વધી શકે છે મુશ્કેલીઓ, ભૂતપૂર્વ પોલીસ કમિશનરે ED સમક્ષ કરી આ ચોંકાવનારી કબૂલાત; જાણો વિગત

આ ઘટના ફેબ્રુઆરી ૨૦૨૧ની છે, જ્યારે યુકેમાં તમામ જાહેર સ્થળોએ માસ્ક પહેરવું ફરજિયાત હતું. એક ન્યુઝ વેબસાઈટ સાથે વાત કરતા, આ વ્યક્તિએ કહ્યું કે તેને માસ્ક પહેરવાના નિયમથી કોઈ સમસ્યા ન હતી. પરંતુ   મેં માત્ર થોડી સેકન્ડ માટે માસ્ક હટાવ્યું અને પછી મને 100 પાઉન્ડનો દંડ ભરવાનો આદેશ અપાયો. પણ, જ્યારે મેં ઈ-મેઈલ કરીને સ્પષ્ટપણે માસ્ક માટેનો આ દંડ ભરવાની ના પાડી ત્યારે મારો દંડ વધારીને 2,000 પાઉન્ડ કરાયો. મને એક પત્ર દ્વારા આ અંગેની જાણકારી આપવામાં આવી હતી. 

આ વ્યક્તિએ જણાવ્યું કે મેં માસ્ક અંગેનો દંડ નહીં ભરવાનું કારણ આપતા જણાવ્યું હતું કે મેં માત્ર '16 સેકન્ડ' માટે જ માસ્ક ઉતાર્યું હતું. તેણે ઈ-મેઈલ કરીને આ વાત જણાવી પણ બાદમાં થોડા મહિના પછી તેને એક પત્ર મળ્યો કે જેમાં માસ્ક નહીં પહેરવા બદલ 2,000 પાઉન્ડનો દંડ ભરવા જણાવાયું હતું. આ વ્યક્તિએ જણાવ્યું કે માસ્ક નહીં પહેરવા માટે ફટકારાયેલો આ દંડ તો મારી આવક કરતા પણ વધારે છે! હવે આ વ્યક્તિ જલદી જ આ અંગે અદાલતમાં હાજર થવાનો છે.

મુંબઈ મહાનગર પાલિકા આ તારીખે ખોલશે પોતાનો 'પીટારો', રજૂ કરશે 2022-23 બજેટ; જાણો વિગતે 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More