ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
29 જુલાઈ 2020
ટેલિવિઝન સિરિયલ 'મન કી આવાઝ પ્રતિજ્ઞા'માં ઠાકુર સજ્જન સિંહનું પાત્ર ભજવીને ઘરઘરમાં લોકપ્રિય થનાર અભિનેતા અનુપમ શ્યામની સ્થિતિ તાજેતરમાં જ અચાનક કથળી ગઈ હતી અને તેના પરિવારે તેમને મુંબઈના ગોરેગાંવ વિસ્તારમાં આવેલી લાઇફલાઇન હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. હાલ તેઓ આઈસીયુમાં છે પણ તેમની પાસે સારવાર કરાવવાના પૈસા ન હોવાથી તેમનાં પરિવારે અનુપમનાં ઇલાજ માટે ઇન્ડસ્ટ્રીનાં લોકો પાસે નાણાકીય મદદ માંગી હતી.
સિને એન્ડ ટીવી આર્ટિસ્ટ્સ એસોસિએશન (સીઆઇએનટીએએ) એ લોકોને આગળ આવવા અને મદદ કરવાની અપીલ કરી હતી. સોનુ સૂદે તેના ટ્વિટર હેન્ડલ પર સીનટીએએનું ટ્વીટ શેર કરીને લખ્યું હતું કે તે અનુપમના પરિવાર સાથે સંપર્કમાં છે. આ ઉપરાંત અભિનેતા મનોજ જોષીએ પણ અનુપમ માટે મદદ માંગીને સોનુ સૂદને ટ્વિટર પર ટેગ કર્યો હતો. જેના જવાબમાં સોનુએ જવાબ આપ્યો હતો કે તે અનુપમની સારવાર કરનારા ડોકટરોના સંપર્કમાં છે..
નોંધનીય છે કે અનુપમ શ્યામે ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે, એટલું જ નહીં તેમને સિરિયલ 'પ્રતિજ્ઞા'માં ખૂબ પસંદ કરવામાં આવ્યા હતા અને તાજેતરમાં તે સીરીયલ 'ડોલી અરમાનો કી' અને 'કૃષ્ણા ચલી લંડન'માં પણ નાના પડદે દેખાયા હતા..
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com