ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
13 માર્ચ 2021
મનસુખ હિરેન હત્યાકાંડને કારણે ચર્ચામાં આવેલા પોલીસ અધિકારી સચિન વઝે ને હવે ગભરામણ થઇ રહી છે. તેણે પોતાના વોટ્સઅપ સ્ટેટસ માં લખ્યું છે કે 'દુનિયાને અલવિદા કહેવાનો સમય આવી ગયો છે'.
તેના વોટ્સઅપ સ્ટેટસ ને કારણે ચકચાર મચી જવા પામી છે. લોકો આનો અલગ અલગ રીતે અર્થ કરી રહ્યા છે. પોતાના નિવેદનમાં સચિન વઝે એ જણાવ્યું કે વર્ષ 2004માં પણ મારી સાથે કામ કરી રહેલા કેટલાક અધિકારીઓએ મને ફસાવવાનું કામ કર્યું હતું. હવે મને મારો ઇતિહાસ વધુ એક વખત યાદ આવી રહ્યો છે. મારા સહકારી ઓ મને ખોટી રીતે કેસ માં ફસાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. આવું ચોંકાવનારું નિવેદન પોલીસ અધિકારીએ આપ્યું છે.
સૌથી મોટી વાત એ છે કે અત્યારે ઈમોશનલ કાર્ડ રમી રહેલો આ ઓફિસર વાસ્તવિક જીવનમાં વિવાદોથી ઘેરાયેલો છે. તેણે અનેક એવા મામલા હેન્ડલ કર્યા છે જેને કારણે વિવાદ પેદા થયો છે.
હવે જ્યારે આખી મેટરમાં પોતે ફસાઈ ગયો છે તો ઈમોશનલ કાર્ડ ખેલ્યો છે.