News Continuous Bureau | Mumbai
રેલવેમાં(Railway) રોજ પ્રવાસ કરનારા પ્રવાસીઓને(passengers) રેલવે પ્રશાસને(Railway department) મોટી રાહત આપી છે. સાઉથ ઈસ્ટ સેન્ટ્રલ રેલવે ઝોન (SECR) દ્વારા 23 મેલ એક્સપ્રેસ ટ્રેનમાં(Express train) તાત્કાલિક ધોરણથી માસિક(Monthly pass) સિઝન ટિકિટની(monthly season tickets) સુવિધા શરૂ કરી દેવામાં આવી છે. તેથી હવે પ્રવાસી પહેલાની માફક ગમે તે ટ્રેનમાં સવાર થઈને પ્રવાસ કરી શકશે નહીં. માસિક પાસ ધારકોને આ ટ્રેનમાં ફક્ત જનરલ ડબ્બામાં જ પ્રવાસની છૂટ રહેશે.
રેલવેના(Railway) કહેવા મુજબ ગોંદિયા-મુંબઈ(Gondia-Mumbai ) વચ્ચે દોડનારી એક્સપ્રેસ અને ગોંદિયા-નાગપૂર વચ્ચે પ્રવાસ કરી શકાશે. અમરકંટક એક્સપ્રેસમાં(Amarkantak Express) રાયપુર(Raipur) અને બિલાસપુર(Bilaspur) વચ્ચે પ્રવાસ કરી શકાશે. કોરબા(Korba) અને વિશાખાપટ્ટનમની(Visakhapatnam) વચ્ચે દોડનારી લિંક એક્સપ્રેસમાં(Link Express) કોરબા અને રાયપુર વચ્ચે બંને તરફ પ્રવાસ કરી શકાશે. છત્તીસગઢ એક્સપ્રેસમાં(Chhattisgarh Express) દુર્ગ અને બિલાસપુર વચ્ચે પ્રવાસ કરી શકાશે. હાવડા-અમદાવાદ વચ્ચે દોડનારી એક્સપ્રેસમાં અને ગોંદિયા –નાગપુર વચ્ચે, તિરુપતિ બિલાસપુર વચ્ચે દોડી એક્સપ્રેસ અને રાયપુરથી બિલાસપુર વચ્ચે દોડતી ટ્રેનમાં પ્રવાસ કરી શકાશે. કોલ્હાપુર અને ગોંદિયા વચ્ચે દોડતી એક્સપ્રેસમાં નાગપુર અને ગોંદિયા વચ્ચે પ્રવાસની છૂટ હશે.
આ સમાચાર પણ વાંચો : બ્યૂટી ટિપ્સ- ચોમાસામાં ત્વચાની સંભાળ માટે અજમાવી જુઓ આ ઘરેલુ નુસખા- પિમ્પલ્સ થી મળશે છુટકારો