મળો મોર્ડન શાહજહાંને, પત્ની માટે બનાવ્યું તાજ મહેલ જેવું ઘર. જુઓ ફોટોગ્રાફ.

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો    
મુંબઈ, 22 નવેમ્બર  2021 
સોમવાર  
મધ્યપ્રદેશના બુરહાનપુર થી એક અનોખો કિસ્સો સામે આવ્યો છે. અહીંના રહેવાસી એવા આનંદ પ્રકાશ ચૌકસેએ પોતાની પત્ની માટે તાજ મહેલ જેવું દેખાતું એક ઘર બનાવ્યું છે.

આશરે ત્રણ વર્ષની મહેનત અને લાખો પૈસાનો ખર્ચ કરીને ચારમિનાર વાળું અને તાજમહેલ જેવું દેખાતું ઘર તેણે પોતાની પત્નીને ગિફ્ટ કર્યું છે.

આ ઘર બનાવવા પાછળ લાખો રૂપિયાનો ખર્ચો થયો છે તેમજ ઘરમાં ચાર બેડરૂમ, એક કિચન, એક લાઈબ્રેરી અને એક ગુરુ મેડીટેશન માટે ફાળવવામાં આવ્યો છે.

આ તાજમહેલ જેવા ઘરનું ડોમ 29 ફૂટ ઊંચું છે. મોર્ડન તાજમહેલ બનાવવા માટે માર્બલ રાજસ્થાન મકરાણાથી મંગાવવામાં આવ્યો છે તેમજ તેનું ફર્નિચર સુરત અને મુંબઇના કારીગરોએ તૈયાર કર્યું છે.


નાના ભૂલકાઓનું 20 મહિનાનું વેકેશન પૂરુ, ગુજરાતમાં આજથી ધોરણ 1 થી 5ના વર્ગો શરૂ; શિક્ષણ વિભાગે આ નિયમોનું કરવું પડશે સખ્ત પાલન 

Join Our WhatsApp Community

You may also like

Leave a Comment