News Continuous Bureau | Mumbai
સુપ્રીમ કોર્ટે(Supreme court) પૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની(MS Dhoni)ને નોટિસ ફટકારી છે. આમ્રપાલી ગ્રૂપ(Amrapali group) સાથે 150 કરોડ રૂપિયાના ટ્રાન્ઝેક્શનના સંબંધમાં તેમને આ નોટિસ આપવામાં આવી છે. એટલું જ નહીં સુપ્રીમ કોર્ટે આમ્રપાલી ગ્રુપ કેસમાં શરૂ થયેલી મધ્યસ્થતાની કાર્યવાહી પર પણ રોક લગાવી દીધી છે. ધોની બંધ થઈ ચુકેલી આ રિયલ એસ્ટેટ કંપની સમૂહનો બ્રાન્ડ એમ્બેસેડર હતો.
સર્વોચ્ચ ન્યાયાલય દ્વારા નિયુક્ત ફોરેન્સિક ઓડિટરે ન્યાયાલયને જણાવ્યું હતું કે આમ્રપાલી ગ્રુપે ધોનીને બ્રાન્ડનો પ્રચાર કરનારી રિથી સ્પોર્ટ્સ મેનેજમેન્ટ પ્રાઇવેટ લિમિટેડની સાથે એક બોગસ સમજુતી કરી જેથી આવાસ ખરીદનારના પૈસાની ગેરકાયદેસર રીતે હેરાફેરી કરી શકાય. સાથે ૨૦૦૯થી ૨૦૧૫ વચ્ચે કુલ ૪૨.૨૨ કરોડ રૂપિયા આરએસએમપીએલને ચુકવવામાં આવ્યા હતા.
આ સમાચાર પણ વાંચો : બાળાસાહેબ ઠાકરેની પુત્રવધુ એકનાથ શિંદે સાથે-માતૃશ્રીમાં ખળભળાટ
ધોનીએ દિલ્હી હાઈકોર્ટ (Delhi High court) નો દરવાજો ખખડાવ્યો હતો. કોર્ટે ૧૬ ઓક્ટોબર ૨૦૧૯ના પૂર્વ ન્યાયાધીશ વીણા બીરબલને ક્રિકેટર(Cricketer) અને રિયલ એસ્ટેટ કંપની(real Estate company) વચ્ચે મધ્યસ્થતા માટે એકમાત્ર મધ્યસ્થની નિમણૂક કરી હતી. ન્યાયમૂર્તિ યૂયૂ લલિત અને ન્યાયમૂર્તિ બેલા એમ ત્રિવેદીની પીઠે અદાલત દ્વારા નિયુક્ત રિસીવરે સોમવારે ધોની અને રિયલ એસ્ટેટ કંપની વચ્ચે પેન્ડિંગ મધ્યસ્થતા કાર્યવાહી તથા તેને આગળ વધારવામાં તેમની સમક્ષ આવી રહેલી સમસ્યાઓ વિશે જણાવ્યું. સુપ્રીમે પોતાના આદેશમાં તે વાતનો ઉલ્લેખ કર્યો કે આવાસ ખરીદદારોના હિતોની રક્ષા નક્કી કરવા માટે તેણે વિષયો પર ધ્યાન આપ્યું અને તે નક્કી કરવા માટે એક અદાલતી રિસીવરની નિમણૂંક કરી કે આવાસ પરિયોજનાઓ સમયની અંદર પૂરી થઈ જાય અને એપાર્ટમેન્ટ ખરીદનારાને ઘરની ફાળવણી થઈ જાય.
ઉલ્લેખનીય છે કે એપ્રિલ ૨૦૧૯માં ધોનીએ સર્વોચ્ચ ન્યાયાલયનો દરવાજાે ખખડાવી ૧૦ વર્ષ પહેલા આમ્રપાલી સમૂહની એક પરિયોજનામાં તેના દ્વારા બુક કરવામાં આવેલા ૫૫૦૦ વર્ગ ફુટથી વધુ મોટા એક પેન્ટહાઉસ પર પોતાની માલિકીની રક્ષા કરવાની વિનંતી કરી હતી.