કેમ મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેનમાં પ્રવાસ કરવા હજી વર્ષોની રાહ જોવી પડશે? જાણો વધુ વિગત

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો   

મુંબઈ, 3 જૂન 2021

ગુરુવાર

 મુંબઈ-અમદાવાદ વચ્ચે બુલેટ ટ્રેનમાં પ્રવાસ કરવાના લોકોના સપનાને વિરામ લાગી જવાનો છે.  ભારતીય રેલવેનો મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન કદાચિત પહેલો એવો પ્રોજેક્ટ છે, જેની હજી કોઈ ડેડલાઇન નક્કી થઈ શકી નથી.

મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ વિલંબ થવાનું મુખ્ય કારણ મહારાષ્ટ્રમાં જમીન સંપાદન છે. એટલું જ નહીં, પણ નૅશનલ હાઈ સ્પીડ રેલવે કૉર્પોરેશન લિમિટેડને બાંદરા-કુર્લા કૉમ્પલેક્સમાં અન્ડર ગ્રાઉન્ડ સ્ટેશન બનાવવા માટે છેલ્લા એક વર્ષથી કોઈ બીડર પણ મળ્યો નથી.

મહારાષ્ટ્ર સરકારની અનોખી પહેલ : ગામડાઓને કોરોનો મુક્ત કરવા 50 લાખ રૂપિયાના ઇનામની જાહેરાત; જાણો  વધુ વિગત

હાલમાં રેલવે બોર્ડના ચૅરમૅન અને CEO સુનીત શર્માએ કહ્યું હતું કે આ પ્રોજેક્ટ ક્યારે પૂરો થશે એ કહેવું અશક્ય છે. ગુજરાતમાં 95 ટકા જમીનનું સંપાદન થઈ ગયું છે, પરંતુ મહારાષ્ટ્રમાં જમીન સંપાદનમાં અનેક અડચણો આવી રહી છે. સ્ટેશન બાંધવા માટે બીડર પણ મળ્યો નથી.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More