ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
13 માર્ચ 2021
મનસુખ હિરેન હત્યાકાંડમાં હવે જે રીતે તપાસનો દોર આગળ વધ્યો છે તેને કારણે ભલભલાને ચિંતા થવા માંડી છે.ખાસ કરીને મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ વિશે મહારાષ્ટ્ર વિધાનસભા ની અંદર જે રીતે ચોંકાવનારા ખુલાસા થયા ત્યાર પછી સત્તાધારીઓ પૂરી રીતે બેકફૂટ પર છે.
હવે આ હત્યાકાંડ સાથે સીધી રીતે સંડોવાયેલા પોલીસ ઓફિસર સચિન વઝેએ કોર્ટમાં અરજી કરી છે કે મનસુખ હત્યાકાંડમાં તેની ધરપકડ ન કરવામાં આવે.
ઉલ્લેખનીય છે કે સચિન વઝે ની તરફ હવે શંકાની સોય મંડાઈ રહી છે. વિરોધ પક્ષના નેતા એ જે રીતે કેસને નિશાના પર લીધો છે તેને કારણે એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ દ્વારા તેની કલાકો સુધી પૂછપરછ કરવામાં આવી. આ ઉપરાંત કેન્દ્રીય તપાસ એજન્સી એનઆઈએ પણ તેની પૂછપરછ કરે તેવી શક્યતા છે. આ પરિસ્થિતિમાં સચિન વઝે ને હવે ડર લાગી રહ્યો છે કે ક્યાંક તેને જેલના સળિયા ન ગણવા પડે. આથી તેણે અટક પૂર્વ જામીનની અરજી કરી છે.