હાલમાં એક ગુવાહાટી હાઈ કોર્ટ દ્વારા મહત્ત્વનો ચુકાદો બહાર પાડવામાં આવ્યો છે, જે હિન્દુ-મુસ્લિમ વિવાહ સંબંધિત છે; તો ચાલો જાણીએ શું છે
ગુવાહાટી હાઈ કોર્ટે મુસ્લિમ પુરુષ અને હિન્દુ મહિલાનાં લગ્નને લગતો મહત્ત્વનો નિર્ણય આપ્યો છે. આ ચુકાદામાં કોર્ટે મુસ્લિમ પુરુષનાં હિન્દુ મહિલા સાથેનાં બીજા લગ્નને માન્યતા આપવાનો ઇનકાર કર્યો હતો. કોર્ટે પોતાના ચુકાદામાં વિશેષ વિવાદ અધિનિયમ 1954 અંતર્ગત જણાવ્યું હતું કે મુસ્લિમ પુરુષનાં હિન્દુ મહિલા સાથેનાં બીજા લગ્નને માન્યતા આપતી નથી. આ સ્થિતિમાં આવાં લગ્ન માન્ય નથી.
શું આ ત્રણ બૅન્કોમાં તમારા ઍકાઉન્ટ છે? પહેલી ઑક્ટોબરથી નહીં ચાલે જૂના ચેક; અહીં વાંચો વિગત
કેસ શું છે?
શહાબુદ્દીન અહમદે દીપમણિ કલિતા સાથે બીજા લગ્ન કર્યાં હતાં. જુલાઈ 2017માં મહિલાના પેન્શન અને અન્ય લાભો માટેના દાવાને તેના પતિના મૃત્યુ પછી સત્તાવાળાઓએ નકારી દીધો હતો. એ પછી 2019માં તેમણે હાઈ કોર્ટમાં કલમ 226 હેઠળ અરજી કરી અને ન્યાયની માગ કરી હતી. દીપમણિ કલિતા 12 વર્ષના છોકરાની માતા છે. અકસ્માતમાં મૃત્યુ સમયે શહાબુદ્દીન અહમદ કામરૂપ જિલ્લાના ડેપ્યુટી કમિશનરની કચેરીમાં કામ કરતા હતા.
ચુકાદા સાથે આપવામાં આવેલી કોર્ટની ટિપ્પણી
આ કેસમાં જસ્ટિસ કલ્યાણ રાયે પોતાના ચુકાદામાં કહ્યું હતું કે એમાં કોઈ વિવાદ નથી કે જે સમયે શહાબુદ્દીને દીપમણિ કલિતા સાથે બીજી વાર લગ્ન કર્યાં હતાં, ત્યારે તેની પ્રથમ પત્ની પણ જીવતી હતી, પરંતુ તેની પહેલી પત્નીથી છૂટાછેડા લીધા હોવાના પણ કોઈ પુરાવા નથી. સુપ્રીમ કોર્ટના ચુકાદાનો ઉલ્લેખ કરતાં ન્યાયાધીશે કહ્યું કે ઇસ્લામિક કાયદામાં સ્પષ્ટ છે કે મૂર્તિપૂજક સ્ત્રી સાથે મુસ્લિમ પુરુષનાં લગ્ન ન તો માન્ય છે અને ન તો સામાન્ય છે. કોર્ટે કહ્યું કે ખાસ બીજા લગ્નને સંબંધિત એક શરત એ છે કે કોઈ પણ પક્ષમાં જીવનસાથી જીવંત ન હોવો જોઈએ. પરંતુ આ કિસ્સામાં અરજદાર મહિલા પુરુષની બીજી પત્ની છે.
લૂંટો ભાઈ લૂંટો : આખું મુંબઈ ખાડાથી ભરેલું, પાલિકા હવે ખાડાને ભરવા વધુ ખર્ચ કરશે ૧૨ કરોડ