રાહુલ મહાજન ની ત્રીજી રશીયન પત્નીએ હિન્દુ ધર્મ અપનાવ્યો. જાણો વિગત…

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,
મુંબઈ
07 ડિસેમ્બર 2020

બિગ બોસનો પૂર્વ કન્ટેસ્ટન્ટ રાહુલ મહાજન ફરી ચર્ચામાં છે. તેણે બિગ બોસ-14 ના ઘરમાં ચેલેન્જર્સ તરીકે એન્ટ્રી કરી છે. રાહુલ મહાજનનો દાવો છે કે તે હવે એકદમ બદલાઈ ગયો છે. બિગ બોસના ઘરમાં પ્રવેશતા પહેલા રાહુલ મહાજને જણાવ્યું હતું કે તેણે સ્મોકિંગ અને દારુ છોડી દીધા છે. પોતાની ત્રીજી પત્ની વિશે વાત કરતાં રાહુલે કહ્યું કે, તેણે હિંદુ ધર્મ અપનાવ્યો છે. તેને ધર્મમાં ઘણી આસ્થા છે. 

પોતાની પત્ની નતાલ્યા વિશે વાત કરતાં રાહુલે કહ્યું, તે રશિયન છે અને તેણે હિંદુ ધર્મ અપનાવ્યો છે. હું તેને હંમેશા ભગવાન શિવ અને પાર્વતીના ઉદાહરણ આપું છું. હું હંમેશા તેને કહું છું કે પતિ-પત્નીના સંબંધો શિવ અને પાર્વતી જેવા હોવા જાેઈએ. હું તેને ગીતા વાંચીને સંભળાવું છું. અમે બંને સાથે ઘણાં ધાર્મિક પુસ્તકો વાંચીએ છીએ.

ઉલ્લેખનીય છે કે, નતાલ્યા સાથે પરણ્યા પહેલા રાહુલ મહાજનના બે લગ્નો નિષ્ફળ રહ્યા હતા. રાહુલે સૌથી પહેલા 2006 માં સિંહ સાથે લગ્ન કર્યા હતા. પરંતુ 2008 માં બંનેના ડિવોર્સ થઈ ગયા. બાદમાં 2010 માં રાહુલે ડિમ્પી ગાંગુલી સાથે લગ્ન કર્યા હતા. આ સંબંધ પણ લાંબો ના ટક્યો અને 2015 માં તેમના છૂટાછેડા થયા. રાહુલ મહાજન પર બંને પૂર્વ પત્નીઓએ ઘરેલુ હિંસાનો આરોપ લગાવ્યો હતો. જોકે, રાહુલ મહાજને 2018 માં ત્રીજી વાર નતાલ્યા સાથે લગ્ન કર્યા છે.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More