News Continuous Bureau | Mumbai
વરસાદની ઋતુમાં(monsonn season) ચટપટું અને બહારનું ખાવાનું ખૂબ ગમે છે.પરંતુ બહારનો ખોરાક ખાવાથી ઘણી સમસ્યાઓ થઈ શકે છે. બહારનું વધુ પડતું ખાવાથી ત્વચા પર ફોલ્લીઓ(pimples) થઈ જાય છે. તે જ સમયે, તમને પિમ્પલ્સની સમસ્યા પણ થઈ શકે છે. ચોમાસામાં તમારે ખાવા-પીવાની બાબતમાં બેદરકાર ન રહેવું જોઈએ. વરસાદમાં તમારી ત્વચાને સ્વસ્થ રાખવા માટે તમારે આ વસ્તુઓનું સેવન ન કરવું જોઈએ.
1. જંક ફૂડ
વરસાદની મોસમમાં જંક ફૂડ (junk food)તમને બીમાર કરી શકે છે. ચોમાસામાં ખોરાક જલ્દી પચતો નથી. તેથી બહારનો ખોરાક ન ખાવો જોઈએ. તેનાથી પેટ કે ત્વચાની સમસ્યા થઈ શકે છે.
2. તેલયુક્ત અને મસાલેદાર ખોરાક
વરસાદમાં મસાલેદાર ખોરાક ન ખાવો. વધુ પડતા મસાલા શરીરમાં ગરમી વધારે છે. જેના કારણે ચહેરા પર પિમ્પલ્સ (pimples)બહાર આવી શકે છે.
3. ચા અને કોફી
વરસાદ પડતો હોય અને ગરમ ગરમ ચા મળી જાય તો મજા જ આવી જાય પરંતુ વરસાદની ઋતુમાં જો તમને ચા અને કોફી (tea and coffee)વધુ પીવાનું મન થતું હોય તો તમારે તેનું સેવન મર્યાદિત માત્રામાં કરવું જોઈએ. તે ગરમી ઉત્પન્ન કરે છે.જેનાથી ચહેરા પર ખીલ થઇ શકે છે.
4. ચટણી
જે લોકોની ત્વચા તૈલી (oily skin)હોય તેમણે ચટણી અને સોસ વધુ ન ખાવું જોઈએ. આ પ્રકારનો ખોરાક પેટમાં ગરમી વધારે છે.જેનાથી પિમ્પલ્સ થાય છે.
આ સમાચાર પણ વાંચો : બ્યૂટી ટિપ્સ- ગરદનની કાળાશ દૂર કરવા અપનાવો આ ઘરેલું ઉપાય-થોડા જ વખત માં જોવા મળશે રિઝલ્ટ