News Continuous Bureau | Mumbai
વાહનચાલકો(Motorists) માટે મહત્વના સમાચાર છે. તમે વાહન(Vehicle) કેવી રીતે ચલાવો છો તેના આધારે હવે ઈન્શ્યોરન્સ ના હપ્તા(Insurance installments) નક્કી થશે.
વાહનચાલકો માટે ઈન્શ્યોરન્સ(Insurance) લેવું બહુ અગત્યનું છે. હવે વાહનચાલકોના ઈન્શ્યોરન્સ ના પ્રીમિયમ(Insurance Premium) તમે કેવી રીતે અને કેટલા સમય સુધી વાહન ચલાવો છો, તેના આધારિત હશે.
ઇન્સ્યુરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ(IRDAI) પે એઝ યુ ડ્રાઈવ(Pay as you drive) માફક ટેલીમેટિક્સ(Telematics) આધારિત મોટર વાહન વીમા કવરને(Motor vehicle insurance cover) મંજૂરી આપી છે. તેથી એક જ પોલિસીમાં(Policy) બાઈક અને કારનું સંરક્ષણ મેળવી શકશે.
આ સમાચાર પણ વાંચો : બ્યૂટી ટિપ્સ- હોઠ ના ઉપલા ભાગ ઉપર ના વાળ દૂર કરવા માટે વેક્સિંગ કે થ્રેડિંગ કઈ પદ્ધતિ વધુ સારી છે- જાણો બંનેના ફાયદા અને ગેરફાયદા વિશે
મીડિયામાં આવેલા અહેવાલ મુજબ નવા ફેરફાર મુજબ સામાન્ય વીમા કંપનીઓના(General Insurance Companies) પ્રચલિત મોટર ઓન ડેમેજ કવચને(Motor on damage shield) ટેકનોલોજી-સક્ષમ પૂરકતાનો ઉમેરો કરાશે, જેટલું વાહન ચલાવવામાં આવશે અને વાહનચાલક કેવું ડ્રાઈવિંગ કરે છે તેને આધારે વીમાના દર નક્કી કરવામાં આવશે. જો કોઈની પાસે ટુ-વ્હીલર અને કાર બંને હોય, તો આવા ગ્રાહકને બંને વાહનો માટે ફ્લોટર પોલિસીની(Floater policy) સરખામણીમાં ડિસ્કાઉન્ટેડ દરે(Discounted rate) મળશે.