News Continuous Bureau | Mumbai
આજકાલ લોકોમાં યુરિક એસિડની (uric acid)સમસ્યા સામાન્ય બની રહી છે. જ્યારે યુરિક એસિડનું સ્તર વધી જાય છે ત્યારે દર્દીઓને ઘણી ગંભીર સમસ્યાઓનો સામનો કરવો પડે છે. યુરિક એસિડને નિયંત્રણમાં રાખવા માટે આહાર અને જીવનશૈલીનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. યુરિક એસિડનું પ્રમાણ વધવાથી સાંધામાં દુખાવો, સોજો અને હલનચલન કરવામાં તકલીફ થાય છે.યુરિક એસિડને નિયંત્રણમાં (uric acid control)રાખવા માટે, તમારે પહેલા તમારા આહારને)food) ઠીક કરવાની જરૂર છે. આયુર્વેદ (Ayurveda)અનુસાર યુરિક એસિડમાં ખાટી વસ્તુઓનું સેવન ન કરવું જોઈએ. પરંતુ દરેકના મનમાં એક પ્રશ્ન છે કે શું યુરિક એસિડમાં દહીંનું (yogurt)સેવન કરી શકાય કે નહીં? તો આવો જાણીએ તેના વિશે
દહીંમાં (yogurt)ભરપૂર માત્રામાં કેલ્શિયમ, પ્રોટીન અને વિટામિન હોય છે, જે સ્વસ્થ શરીર માટે ખૂબ જ જરૂરી છે. તેમાં લેક્ટોઝ, આયર્ન અને ફોસ્ફરસ પણ જોવા મળે છે, જે તેને સુપર ફૂડ(super food) કેટેગરી બનાવે છે. દહીંને કેલ્શિયમનો(calcium) સારો સ્ત્રોત માનવામાં આવે છે. કેલ્શિયમ હાડકાંને મજબૂત બનાવવામાં મદદ કરે છે. પરંતુ આટલા ફાયદાઓ હોવા છતાં પણ યુરિક એસિડમાં (uric acid)તેનું સેવન કરવાનું ટાળો.
આ સમાચાર પણ વાંચો : સ્વાસ્થ્ય જાણકારી- જો તમે પણ સવારે નરણા કોઠે પાણી પીતા હોવ તો આ બાબતો નું ખાસ રાખો ધ્યાન
આયુર્વેદ અનુસાર દહીં સ્વાદમાં ખાટું હોય છે. યુરિક એસિડના દર્દીઓને તેનું સેવન કરવાથી ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. દહીંમાં પ્રોટીનનું (protein)પ્રમાણ વધુ હોય છે જે યુરિક એસિડવાળા લોકો માટે હાનિકારક હોઈ શકે છે. તેથી તેનું સેવન ન કરવું વધુ સારું છે.