News Continuous Bureau | Mumbai
માથું ફરવું કે ચક્કર આવવા એ કંઈ નવી વાત નથી. ઘણીવાર લોકોને ચક્કર(dizziness) આવવાની સમસ્યા રહે છે. આના ઘણા કારણો હોઈ શકે છે. પરંતુ કેટલાક સમયથી ચક્કર આવવાની સમસ્યા વધી છે. લોકોની રોગપ્રતિકારક શક્તિ નબળી હોવાને કારણે ઘણી વખત તેમને બેઠા બેઠા પણ ચક્કર આવે છે. ચક્કર આવવા પાછળ ઘણા કારણો હોઈ શકે છે, જેમ કે લો બ્લડ પ્રેશર, ખરાબ જીવનશૈલી, ખાવા-પીવામાં ધ્યાન ન રાખવું અથવા ઓછી ઊંઘ લેવી એ ચક્કર આવવાના મુખ્ય કારણો છે. આપણે ચક્કર આવવાના લક્ષણોની અવગણના ન કરવી જોઈએ. ઘણા લોકોને ઊંઘમાંથી જાગતાની સાથે જ ચક્કર આવવા લાગે છે. જેના કારણે વ્યક્તિ ડિપ્રેશનનો(depression) શિકાર પણ બની શકે છે.
– નિષ્ણાતોનું માનવું છે કે ફૂદીના અને બદામના તેલથી (mint and almond oil)ચક્કર આવવાની સમસ્યાને દૂર કરી શકાય છે. એક નાની ચમચી બદામના તેલમાં ફુદીનાના તેલના બે ટીપા ભેળવીને ગરદન અને કપાળ પર લગાવવાથી આરામ મળે છે અને ચક્કર આવવાની સમસ્યા દૂર થાય છે.
– આ ઉપરાંત આદુનું તેલ(ginger oil) પણ ચક્કર દૂર કરવા માટે અસરકારક હોવાનું કહેવાય છે. આદુના તેલના 3-4 ટીપા પગ ના તળિયાની નીચે લગાવવાથી ચક્કર આવવાની સમસ્યા દૂર થાય છે. ગરદન પર અને કાનની પાછળ આદુનું તેલ લગાવવાની પણ ભલામણ કરવામાં આવે છે. આદુમાં ચિંતા દૂર કરવાના તત્વો હોય છે. આ સાથે, આદુ રોગપ્રતિકારક શક્તિ વધારવામાં પણ મદદરૂપ છે.
– ધાણા અને આમળાના પાઉડરનો (coriander and amla powder)ઉપયોગ ચક્કર આવવાની સમસ્યાને દૂર કરવા માટે પણ કરવામાં આવે છે. ધાણા અને આમળાના પાવડરને મિક્સ કરીને એક ગ્લાસ પાણીમાં આખી રાત પલાળી રાખો અને સવારે ખાલી પેટ તેનું સેવન કરો. આ ઉપાયોથી ચક્કર આવવાની સમસ્યા દૂર થાય છે.
આ સમાચાર પણ વાંચો : સ્વાસ્થ્ય જાણકારી-જો તમને પણ અનિંદ્રા ની સમસ્યા સતાવતી હોય તો રોજ આ પાનને સૂંઘવાથી ઊંઘ ન આવવાની સમસ્યા થાય છે દૂર-જાણો તેનાઅન્ય ફાયદાઓ
નોંધઃ આ લેખ માત્ર સામાન્ય જાણકારી માટે છે, તે કોઇ પણ પ્રકારે દવા કે ઇલાજનો પર્યાય હોઇ શકે નહીં. વધુ માહિતી માટે તમારાં ડોક્ટરનો સંપર્ક કરો.