બ્યૂટી ટિપ્સ: સ્વાસ્થ્યની સાથે સાથે ત્વચા માટે પણ ખુબ જ ફાયદાકારક છે અનાનસ, આ રીતે કરો તેનો ઉપયોગ

News Continuous Bureau | Mumbai

વિટામિન સીથી ભરપૂર અનાનસ (pineapple) નો સ્વાદ ખાટો મીઠો હોય છે.આ ફળ સ્વાસ્થ્ય અને સુંદરતા બંને માટે ફાયદાકારક છે. તેને ખાવાથી અને તેનો ઉપયોગ કરવાથી ત્વચાને ઘણા ફાયદા થાય છે. તેમાં ઘણા પ્રકારના એન્ટીઓક્સીડેન્ટ અને મિનરલ્સ (antioxidant and minerals)હોય છે જે ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. તો આવો જાણીયે અનાનસ થી ત્વચા માટે કેવી રીતે ફાયદાકારક છે. 

1) ખીલ દૂર થાય છે

અનાનસ ખીલની (pimples)સારવાર માટે સારું સાબિત થઈ શકે છે. તેમાં વિટામિન સી (vitaminC)અને બ્રોમેલેન (bromelain) હોય છે, તેથી જ અનાનસ ખીલની સારવારમાં સારી રીતે કામ કરે છે. બ્રોમેલેન એ એક એન્ઝાઇમ છે જે ત્વચાને નરમ કરવા અને બળતરા ઘટાડવા માટે સારું માનવામાં આવે છે. અનાનસનો રસ (pineapple juice) પીવાથી શરીરમાં કોલેજનનું ઉત્પાદન ઓછું થાય છે, જે ત્વચાને લચીલી રાખવામાં મદદ કરે છે. એ જ રીતે, વિટામિન સી અને એમિનો એસિડ કોષો અને પેશીઓને સુધારવામાં મદદ કરે છે.

2) ત્વચાને દોષરહિત બનાવે છે

આ ફળમાં હાજર કુદરતી એન્ટીઑકિસડન્ટ (antioxidant) ત્વચાના બેક્ટેરીયલ ચેપ ને રોકવામાં મદદ કરે છે. વિટામિન A અને C વૃદ્ધત્વ ના તમામ સંકેત સામે લડે છે. તમે તેને સ્કિન પર પણ લગાવી શકો છો, આ માટે પાઈનેપલને રિંગના (pineapple slice)) આકારમાં કાપી લો. ત્યારબાદ, મિક્સરમાં પાઈનેપલની સ્લાઈસ અને બે ચમચી નારિયેળનું દૂધ (coconut milk) ઉમેરો. પછી આ માસ્કને તમારા ચહેરા અને ગરદન પર લગાવો અને થોડીવાર રહેવા દો. પછી ચહેરાને હૂંફાળા પાણીથી સારી રીતે સાફ કરો.

3) નખને સ્વસ્થ બનાવે છે

હાથને આકર્ષક બનાવવામાં નખની (nails)ભૂમિકા ઘણી છે. સુકા નખ અથવા તૂટેલા નખ, શરીરમાં વિટામિન A અને Bની ઉણપને કારણે થાય છે. આ ફળમાં આ બે વિટામીન સારી માત્રામાં હોવાથી, તમે સ્વસ્થ, ચમકદાર નખ માટે અનાનસનો રસ પી (pineapple juice) શકો છો. જો તમારી પાસે ક્યુટિકલ છે, તો બે ચમચી અનાનસ ના રસ અને એક ઈંડાની જરદીનું મિશ્રણ ચેપગ્રસ્ત જગ્યા પર લગાવો. તેને લગભગ પાંચ મિનિટ સુધી રહેવા દો. પાઈનેપલમાં બ્રોમેલેન એન્ઝાઇમ હોય છે જે કુદરતી સોફ્ટનર તરીકે કામ કરે છે.

4) ફાટેલી એડી  ઠીક કરવામાં મદદરૂપ થાય છે 

ઉનાળામાં લોકો ઘરમાં મોજાં અને ચપ્પલ પહેરવાનું ટાળતા હોય છે, આવી સ્થિતિમાં તેઓ ફાટેલા પગની એડી (crack heels)નો  શિકાર બને છે. આવી સ્થિતિમાં, આવા પગનીએડીઓ માં દુખાવો થાય છે અને તે સુંદરતા બગાડે છે. આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે પાઈનેપલ  (pineapple)એક સારો વિકલ્પ છે. આ માટે પાઈનેપલના પલ્પમાં ખાંડ મિક્સ કરીને એડીઓ  પર લગાવો.

આ સમાચાર પણ વાંચો :બ્યૂટી ટિપ્સ: સ્વિમિંગ કરતા પહેલા અને પછી ત્વચા ની આ રીતે રાખો કાળજી

By Dr. Mayur Parikh

Dr. Mayur Parikh, is a seasoned journalist with 23 years of experience in the field of journalism. showcasing his expertise and commitment to the profession.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

વેલકમ ટુ ધ જંગલ’માં દિશા પાટનીનો જલવો! અભિનેત્રી એ શેર કરી તેની તસવીરો શ્રીલીલાના નવા આઉટફિટે સોશિયલ મીડિયા પર મચાવી ધમાલ! , જુઓ વાયરલ તસવીરો! લંડનની પાર્ટીમાં ઈશા અંબાણીનો જલવો! તસવીરો થઇ સોશિયલ મીડિયા પર વાયરલ. રકુલ પ્રીત સિંહનો કિલર લુક: સોફ્ટ વેવ્ઝ અને મિનિમલ જ્વેલરી સાથે આપ્યા ક્લાસી પોઝ, જુઓ તસવીરો બોલિવૂડમાં શરણાઈઓ વાગશે! અંશુલા કપૂરના લગ્નની વિધિઓ શરૂ, જુઓ તસવીરો બ્લેક રફલ્સમાં શ્રુતિ હાસનનો કિલર લુક! અભિનેત્રીનો નવો અવતાર સોશિયલ મીડિયા પર વાયરલ ફિલ્મો માટે છોડ્યો અભ્યાસ, પછી બની ‘ધક-ધક ગર્લ’! જાણો કેટલી ભણેલી છે માધુરી દીક્ષિત ૪૫ની ઉંમરે ટીવી એક્ટ્રેસ કિશ્વર મર્ચન્ટ નો બીચ લુક વાયરલ, મોનોકિનીમાં આપ્યા કિલર પોઝ! બાલકનીમાં મોનાલિસાનો કાતિલાના અંદાજ, તસવીરો જોઈને ફેન્સના દિલના ધબકારા વધ્યા ટાઇગર પ્રિન્ટ ડ્રેસમાં દિશાનો કિલર લુક, ફેન્સ બોલ્યા- ‘જંગલી બિલ્લી’!