ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,17 જાન્યુઆરી 2022
સોમવાર.
માત્ર ભારતમાં જ નહીં, સમગ્ર વિશ્વમાં કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોનના કેસ વધી રહ્યા છે. સંક્રમણના વધતા જતા કેસ વચ્ચે પોલેન્ડના વૈજ્ઞાનિકોનું સંશોધન ચોંકાવનારું છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે કેટલાક લોકોમાં કોરોના સંક્રમણનું જોખમ બમણા કરતા પણ વધારે છે. જાે તેમનામાં ચેપ લાગે છે, તો મૃત્યુનું જોખમ પણ વધારે છે. આનું કારણ તેમનામાં હાજર એક ખાસ પ્રકારનું જીન છે. ખરેખર, પોલેન્ડના વૈજ્ઞાનિકોએ એક જિન શોધી કાઢ્યું છે જે સંક્રમણનું જોખમ વધારે છે. જે વ્યક્તિમાં આ જિન છે તેમને સંર્ક્મણ પછી વધુ બીમાર થવાનું જાેખમ રહેલું છે. સંશોધનના પરિણામોથી ડોક્ટરોને શું ફાયદો થશે અને આ પરિણામો શું કહે છે, જાણો આ સવાલોના જવાબ.
આ દાવો પોલેન્ડની મેડિકલ યુનિવર્સિટી ઓફ બાયલસ્ટોકના સંશોધકોએ તેમના તાજેતરના સંશોધનમાં કર્યો છે. એક રિપોર્ટ અનુસાર સંશોધકોનું કહેવું છે કે સંશોધનના પરિણામો મહામારી સામે લડવામાં મદદ કરશે. ઉદાહરણ તરીકે, જીન્સના આધારે ડોકટરો એવા દર્દીઓને ઓળખી શકશે કે જેઓ કોરોનાના સૌથી વધુ જાેખમવાળા ક્ષેત્રમાં છે. પોલેન્ડમાં ૧૫૦૦ દર્દીઓ પર કરવામાં આવેલા સંશોધન બાદ આ પરિણામો જાહેર કરવામાં આવ્યા છે.
વેક્સીનેશન ડ્રાઈવ ને એક વર્ષ પુરુ થયું. જાણો ભારતની કેટલી વસ્તી પૂરી રીતે વેક્સીનેટ થઈ.
સંશોધક માર્સીન મોનિઉઝ્કો કહે છે, “અમે એક એવું જિન શોધી કાઢ્યું છે જે સંક્ર્મણ પછી દર્દીની સ્થિતિને ગંભીર બનાવી શકે છે. પોલેન્ડમાં લગભગ ૧૪ ટકા લોકો આવા જિન ધરાવતા હોય છે. તે જ સમયે, ભારતમાં આવા જિન ધરાવતા ૨૭ ટકા લોકો છે. એટલે કે જો આ લોકોને કોરોના થાય છે તો સ્થિતિ ગંભીર બની શકે છે.
સંશોધક માર્સીન કહે છે કે, મૃત્યુના જોખમ ઘટાડવા માટે દર્દીઓનો જેનેટિક ટેસ્ટ કરી શકાય છે. આનાથી જે રિપોર્ટ આવે છે તેના પરથી જાણી શકાય છે કે કયા દર્દીઓમાં તે ખાસ પ્રકારનું જીન છે. ઈન્ફેક્શન વધુ વધે તે પહેલા ખાસ કાળજી લઈને તે દર્દીને બચાવી શકાય છે.
સંશોધકોનું કહેવું છે કે જિન વય, લિંગ અને વજન પછી ચોથું એવું પરિબળ છે, જે કોરોના વાયરસથી સંક્રમિત થયા પછી દર્દીની સ્થિતિ કેટલી ગંભીર બની શકે છે તે જાણી શકે છે. લગભગ દોઢ વર્ષની મહેનત બાદ તે ચોક્કસ પ્રકારના જિનની ઓળખ કરવામાં આવી છે.
સંશોધકોના મતે મધ્ય અને પૂર્વ યુરોપના લોકો રસીકરણને ટાળવાનો પ્રયાસ કરી રહ્યા છે. કોરોનાના કારણે વધતી જતી મોતની સંખ્યા પણ એક મોટું કારણ છે. સંશોધનના પરિણામોની મદદથી, ચોક્કસ જિન ધરાવતા લોકોને રસી આપીને અથવા સંક્રમણની સ્થિતિમાં વધારાની કાળજી રાખીને ગંભીર જાેખમો ઘટાડી શકાય છે.