ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 11 ડિસેમ્બર 2021
શનિવાર.
દેશના પહેલા સીડીએસ બીપીન રાવતના નિધિનના પોસ્ટર પર સ્માઈલ નાખીને તેની ઉજવણી કરનારા કટ્ટરપંથીઓ પર દેશભરમાંથી ટીકા થઈ રહી છે. મોટાભાગના કટ્ટરપંથીઓ મુસ્લિમ છે. તે જોઈને સુપ્રસિદ્ધ ફિલ્મ દિગ્દર્શક અલી અકબર ભારે વ્યથિત થઈ ગયા છે અને તેમણે ઈસ્લામ છોડીને હિંદુ ધર્મ સ્વીકારવાનો નિર્ણય લીધો છે. અકબર અને તેમના પત્ની લુસીઅમ્મા બંને હિંદુ ધર્મ સ્વીકારવાના છે. ધર્માંતરણ બાદ તેમનું નામ રામ સિંગ રાખવામાં આવશે.
ઈસ્લામને ત્યજી દેનારા અલી અકબરે એક મિડિયા હાઉસને આપેલા ઈન્ટરન્યુમાં કહ્યું હતું કે દેશના બહાદુર વીર લશ્કરી અધિકારીના મૃત્યુ પર લોકો હસનારા ઈમોજી નાખે છે. તેમાં મોટાભાગના મુસ્લિમ હતા. છતાં મુસ્લિમ ધર્મના એક પણ નેતાએ અથવા ધર્મગુરુએ તેના વિરોધમાં એક પણ શબ્દ ઉચ્ચાર્યો નહોતો. હું આવા ધર્મનો ભાગ બનીને રહી શકું નહીં. હું અને મારી પત્ની હિંદુ ધર્મ સ્વીકારવાના છીએ. અમારા બાળકોને અમે કોઈ જબરદસ્તી નહીં કરીએ. તેમણે શું કરવું છે તેનો નિર્ણય તેઓ લેશે.
અરે વાહ, આ જગ્યાએ ગાયના છાણમાંથી બનાવવામાં આવે છે ચપ્પલ, જાણો કેટલી છે કિંમત અને શું છે ખાસિયત
અકબર અલી મલ્યાલી ચિત્રપટ સૃષ્ટિના સુપ્રસિદ્ધ દિગ્દર્શક છે. તેઓ ભાજપમાં રાજ્ય કમિટી સભ્ય પણ હતા. જોકે ઓક્ટોબરમાં પક્ષના નેતા સાથે અમુક વિવાદ થતા તેમણે ભાજપ સાથે છેડો ફાડી નાખ્યો હતો.
અહીં ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા જ અલી અકબરે તેમની લાઈફને લઈને એક ચોંકાવનારો ખુલાસો પણ કર્યો હતો. તેમણે કહ્યુ હતુ કે તેઓ નાના હતા ત્યારે મદરેસામાં ભણવા જતા હતા. ત્યારે ત્યાંના એક ઉસ્તાદે તેમનું લૈગિંગ શૌષણ કર્યું હતું.