યમનમાં નરકના ખાડામાં ઊતર્યા વૈજ્ઞાનિકો, અનેક રહસ્યો બહાર આવ્યાં

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો    
મુંબઈ, 25 સપ્ટેમ્બર, 2021
શનિવાર

 તમે બધાએ બાળપણમાં ભૂત-પિશાચની વાતો સાંભળી હશે. એક રહસ્યમય ‛કૂવા’ની વાત સામે આવી છે કે જ્યાં ભૂત-પિશાચ રહે છે. 

વાત જાણે એમ છે કે યમનના રણપ્રદેશની મધ્યમાં એક એવો ‛કૂવો’ છે, જે લાંબા સમય સુધી રહસ્યમય રહ્યો છે. યમનના બરહૂતમાં આવેલો આ કૂવો ‛નરકનો માર્ગ’ તરીકે ઓળખાવા લાગ્યો છે. 

હવે ઓમાનના 8 લોકોની ટીમ કૂવાની અંદર ઊતરી છે અને આ રહસ્યમય ખાડામાં શું છે એ જોયું છે.

એવું કહેવામાં આવતું હતું કે શેતાનો અહીં કેદ હતા. જિન અને ભૂત એની અંદર રહે છે. સ્થાનિક લોકો એના વિશે વાત કરવામાં પણ અચકાતા હોય છે. જોકે દેખીતી રીતે ખાડામાં કોઈ અલૌકિક વસ્તુ મળી નથી. વૈજ્ઞાનિકોને સાપ અને ગુફાઓવાળાં મોતી મોટી સંખ્યા મળી આવ્યા.

વિધવાનું જીવન જીવી રહી છે આ ટોચની અભિનેત્રીઓ. પ્રથમ ક્રમાંકની અભિનેત્રી પાસે છે 304 કરોડ રૂપિયાની સંપત્તિ.; જાણો કોણ છે તે અભિનેત્રીઓ

ઓમાન નજીક મળી આવેલો આ કૂવો 30 મીટર પહોળો અને 100-250 મીટર ઊંડો છે. યમનના અધિકારીઓ લાંબા સમય સુધી આશ્ચર્ય કરતા રહ્યા કે આ વિશાળ કૂવાના તળિયે શું છે. ઓમાન કેવ એક્સપ્લોરેશન ટીમ આ કૂવામાં ઊતરી અને અહીં તેમને મોટી સંખ્યામાં સાપ જોવા મળ્યા. આ સિવાય કેટલાક મૃત પ્રાણીઓ અને ગુફાવાળાં મોતી પણ મળી આવ્યાં હતાં.
ઓમાનના જર્મન યુનિવર્સિટી ઑફ ટેક્નોલોજીના ભૂસ્તરશાસ્ત્રના પ્રોફેસર મોહમ્મદ અલ કિન્દીએ એક મીડિયા હાઉસને જણાવ્યું હતું કે અહીં સાપ હતા, પરંતુ જો તમે તેમને ખલેલ પહોંચાડો નહીં તો તેઓ કંઈ કરતા નથી. અહીંની ગુફાની દીવાલોમાં રસપ્રદ બનાવટો અને વહેતાં પાણીમાંથી બનાવેલા ભૂખરાં અને લીલાં મોતી પણ મળ્યાં છે.

માહરાના ભૂસ્તરશાસ્ત્રીય સર્વેક્ષણ અને ખનિજ સંસાધન પ્રાધીકરણના મહાનિર્દેશક સાલાહ બભૈરે અગાઉ જણાવ્યું હતું કે કૂવો ખૂબ ઊંડો છે અને એના તળિયે ખૂબ જ ઓછો ઑક્સિજન અને વેન્ટિલેશન છે. સાલાહે કહ્યું કે 50 મીટર નીચે ગયા છે. કંઈક અજુગતું પણ અહીં જોવા મળ્યું હતું અને એક ગંધ પણ હતી. પ્રકાશ આ કૂવામાં ઊંડે પ્રવેશતો નથી.
 આ કૂવો લાખો વર્ષ જૂનો છે અને એને વધુ અભ્યાસ, સંશોધન અને તપાસની જરૂર છે.

કોરોનાકાળમાં પણ કેન્દ્ર સરકારના ટેક્સ કલેક્શનમાં થયો શાનદાર વધારો, આટલા લાખ કરોડ રૂપિયા કર્યા એકત્ર; જાણો વિગતે

Join Our WhatsApp Community

You may also like

Leave a Comment