ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
29 જુલાઈ 2020
ડૉ. એ.પી.જે.અબ્દુલ કલામ સેન્ટર ફોર લિવેબલ પ્લેનેટ એન્ડ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટયૂટ દ્વારા 'અવર પ્લેસ ઇન સ્પેસ' વિશે વેબિનારનું આયોજન કરાયું હતું. જેમાં ડૉ.અબ્દુલ કલામ સેન્ટરના સીઇઓ સાથે, ભારતીય મુળની નાસા અંતરિક્ષ યાત્રી સુનિતા વિલિયમ્સે પોતાના અવકાશ મિશનના અનુભવો શેર કરતા કહ્યું કે, "મેં જીવનમાં પશુચિકિત્સક બનવાના લક્ષ્ય સાથે મહેનત શરુ કરી હતી પણ યુનિવર્સિટીમાં પ્રવેશ ન મળ્યો.. ત્યાર પછી નેવલ એકેડમીમાં અભ્યાસ શરુ કરીને પાયલટ બની". 1998 માં નાસામાં જોડાઈ અને 2006 માં અવકાશમાં જવાની તક મળી." આગળ સુનિતાએ કહ્યું "અવકાશમાંથી પૃથ્વી તરફ પાછા જોવું એ અતિવાસ્તવ અને અવિશ્વસનીય દૃશ્ય હતું, જેમાં કોઇ સીમાઓ નહોતી. માત્ર તે એક સુંદર ગ્રહ હતો, જે આપણી પાસે છે."
પોતાના અવકાશ યાત્રાનાં અનુભવો વર્ણવતાં સુનિતા વિલિયમ્સ કહે છે કે, "પૃથ્વી પરના દૈનિક કાર્યો અને અંતરિક્ષયાત્રીનાં કાર્યો વચ્ચે ઘણો તફાવત છે. મને મારા કુટુંબ તરફથી આધ્યાત્મિક કાર્ય કરવાના ગુણો વારસામાં મળ્યાં છે. મે અવકાશમાં જતી વખતે 'ભગવદ ગીતા' અને 'ઉપનિષદો'ને સાથે રાખ્યા હતાં."
પોતાના બાળપણની યાદોને વાગોળતા સુનીતા વિલિયમ્સે કહ્યું કે, "મને સંગીત ખૂબ જ ગમે છે, હું રશિયન સંગીતથી લઈને ભારતીય શાસ્ત્રીય સંગીત સુધી વિવિધ સંગીત સાંભળું છું" 1998 માં માઉન્ટ આબુમાં વિતાવેલા દિવસો વિશે વાત કરતા, તેમણે કહ્યું કે "મંદિરની આજુબાજુની જગ્યામાં, માણસો અને પ્રાણીઓ સાથે રહેતા હતા, જે એક સુંદર દૃશ્ય હતું.
ઉલ્લેખનીય છે કે મહિલા તરીકે સ્પેસ વૉકનો મહત્તમ સમયનો રેકોર્ડ સુનિતા વિલિયમ્સને નામે છે જે ભારતીય તરીકે આપણાં માટે ગર્વની વાત છે…
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com