News Continuous Bureau | Mumbai
પૂરી રીતે એન્ટરટેઈનીંગ એવા આ કાર્યક્રમો ઇન્ડોર તેમજ આઉટડોર હોય છે. એક મેમ્બરશીપ વર્ષમાં એક વિદેશ ટૂરનું પણ આયોજન કરવામાં આવે છે. ગત અમુક વર્ષો સુધી કપોળ સેતુમાં માત્ર કપોળ જ્ઞાતિના લોકોનેજ સભ્યપદનો લાભ મળતો હતો. પરંતુ હવે કપોળ સેતુમાં બિન કપોળ એવા ગુજરાતીઓ પણ જોડાઈ શકે છે. ચાલુ વર્ષે કપોળ સેતુમાં માત્ર 250 દંપતિ સભ્યો નેજ સભ્યપદ આપવાનો નિર્ણય લેવાયો છે. કપોળ સેતુ એ મુંબઈ સ્થિત એક સંગઠન હોવાને કારણે આ સભ્યપદ માટે મુંબઈ શહેર અને તેમાં પણ ઉત્તર મુંબઈના લોકોને પ્રાધાન્ય આપવામાં આવે છે.
કપોળ સેતુની ખાસીયત એ છે કે આ એક નફો ન કરતી સોશ્યલ એક્ટિવટી છે જેનો ઉદ્દેશ્ય લોકોને એન્ટરટેનમેન્ટ કાર્યક્રમો થકી એકસાથે જોડી રાખવાનો તેમજ એક સમાન પ્લેટફોર્મ પ્રદાન કરવાનો છે. આ ઉપક્રમની વધુ એક ખાસીયત એવી છે કે પ્રત્યેક વર્ષે તેની ગવર્નિંગ બોડી બદલવામાં આવે છે અને નવા ઉત્સાહી સભ્યોને કપોળ સેતુનું સુકાન સોંપવામાં આવે છે.
એપ્રીલ 2023માં કપોળ સેતુના નવા વર્ષ માટે મેમ્બરશીપ શરુ કરવામાં આવી છે. 22 મી એપ્રીલના રોજ એફ. એમ. બેન્કવેટ ખાતે નવ વર્ષના પ્રથમ કાર્યક્રમની શરુઆત કરવામાં આવશે. જેમાં શરદ લશકરી ધમાકેદાર પરફોર્મન્સ કરશે.
નેટવર્કિંગ, એન્ટરટેનમેન્ટ અને ફેમિલી આ ત્રણેય ને જોડતો ઉપક્રમ એટલે કપોળ સેતુ,રજીસ્ટ્રેશન શરૂ થઇ ચુક્યું છે.એપ્રીલ 2023માં કપોળ સેતુના નવા વર્ષ માટે મેમ્બરશીપ શરુ કરવામાં આવી છે. 22 મી એપ્રીલના રોજ એફ. એમ. બેન્કવેટ ખાતે નવ વર્ષના પ્રથમ કાર્યક્રમની શરુઆત કરવામાં આવશે@Sharadlashkari pic.twitter.com/gDMLFLLBSY
— news continuous (@NewsContinuous) April 8, 2023
આખા વર્ષનો કાર્યક્રમ નીચે મુજબ છે.
વર્ષ 2023-2024 ના પ્રમુખ શ્રી વિજય વિનોદરાય ગાંધી.
મૂળ સૌરાષ્ટ્રના અને હાલ મુંબઈ માં સ્થાયી એવા શ્રી વિજય ભાઈ વર્ષ 2023-24 માટે પ્રમુખ તરીકે ચુંટાયા છે. વ્યવસાયે તેઓ કસ્ટમ ક્લીઅરિંગ અને ફોરવડિંગના તથા રાઈટ સોર્સ એવિયેશનના પાઇલોટ ટ્રેનિંગના બીઝનેસમાં કાર્યરત છે. તેમજ તેમના પત્ની શ્રીમતી જયશ્રી બેન વિજય ગાંધી બ્યુટી, ફેશનના બિઝનેસમાં કાર્યરત છે. તેમના પુત્ર વિશાલ ગાંધી તથા પુત્રવધુ કિરણ વિશાલ ગાંધી એમ બન્ને ઈન્ડિગો એરલાઇન્સ માં કેપ્ટન તરીકે ફરજ બજાવી રહ્યા છે. તેમજ તેમના પુત્રી તનિકા ગાંધી એડવોકેટ છે.
શ્રી વિજય ભાઈ ગાંધીએ હાલમાં સંપન્ન થયેલા કપોળ યુથકોન અને મહાકુંભ માં કન્વિન્યર તરીકેની મહત્વપૂર્ણ જવાબદારી સક્ષમ રીતે પાર પાડી હતી તેમજ તેઓ અનેક ટ્રસ્ટોમાં કાર્યરત છે.
કપોળ સેતુના સ્થાપકો
1 શ્રી ધરમદાસ ભાઈ ગોરડિયા
2. શ્રી રાજુ ભાઈ સંઘવી
3 શ્રી કિશોર ભાઈ મોદી
4. શ્રી કિરીટ ભાઈ પારેખ
વર્ષ 2017 થી વર્ષ 2020 સુધી ના કપોળ સેતુ ના સુકાનીઓ
1. શ્રી મુકેશ ભાઈ મહેતા – 2017
2.સ્વ શ્રી હરેશ મહેતા – 2018
3. શ્રી કિશોર ભાઈ મોદી – 2019
4. શ્રી અલ્પેશ દોશી – 2020
કપોળ સેતુ ના ઓડિટર અને લીગલ સલાહકાર શ્રી નિખિલ ભાઈ કોઠારી છે.
તા. ક. – મેમ્બરશીપ મેળવવા માટે નીચેના નંબર પર સંપર્ક કરવો.
( ફોર્મની નીચે નામ, મોબાઈલ નંબર અને ઇમેઈલ આપેલ છે)