ન્યૂઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, 10 એપ્રિલ 2021
શનિવાર
કોરોનાએ જયારે આખા વિશ્વને પોતાની ચપેટમાં લીધું છે, ત્યારે બ્રિટનની એડિનબર્ગ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ એક રિસર્ચ હાથ ધરી હતી. હવે આ રિસર્ચ પરથી એક નવો ખુલાસો થયો છે. જે વિસ્તારોમાં સૂર્યનો સીધો તડકો પડે છે અન ખાસ જ્યાં સૂર્યના અલ્ટ્રાવાયોલેટ કિરણોનો પડે છે, તે તમામ વિસ્તારોમાં કોરોનાથી થતા મૃત્યુની સંખ્યા ઓછી જોવા મળી હતી.
એડિનબર્ગ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ જાન્યુઆરી-૨૦૨૦થી એપ્રિલ-૨૦૨૦ દરમિયાન નોંધાયેલા કોરોના કેસના ડેટાને ધ્યાનમાં લીધો હતો. અમેરિકા ખંડના ૨૪૭૪ વિસ્તારોમાં આ રિસર્ચ કરવામાં આવી હતી. જે વિસ્તારોમાં સૂર્યના સીધા કિરણો કે અલ્ટ્રાવાયોલેટ કિરણો પડતા હતા ત્યાં મૃત્યુદર ખૂબ નીચો નોંધાયો હતો. આવા વિસ્તારોમાં કોરોનાથી મૃત્યનો ખતરો ૯૫% સુધી ઘટી જાય છે. આ જ તર્કને આધારે ઈટાલી, બ્રિટન અને સ્પેન જેવા દેશો પર પણ આ અભ્યાસ કરાયો હતો અને સરખું જ તારણ મળ્યું હતું.
ઉલ્લેખનીય છે કે આવો દાવો કરતો આ સૌપ્રથમ અહેવાલ આવ્યો છે. અગાઉ આ જ યુનિવર્સિટીના સંશોધકોએ સુર્ય પ્રકાશને બ્લડપ્રેશર અને હાર્ટએટેક સાથે સંબંધ હોવાનું સાબિત કર્યું હતું. જે વિસ્તારોમાં સૂર્યપ્રકાશ વધુ મળતો હોય તેવા વિસ્તારોમાં રહેતાં લોકોને હાર્ટએટેક અને બ્લડપ્રેશરનો ખતરો પ્રમાણમાં ઓછો હોય છે એ સાબિત કર્યું હતું.
