ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
21 ઓગસ્ટ 2020
અત્યાર સુધી કેન્સર અને પશ્ચિમી જીવનશૈલીની ભેટ માનવામાં આવતું હતું. પરંતુ, કરોડો વર્ષ પહેલાં થઈ ગયેલા ડાયનાસોર ને પણ કેન્સર થતું હોવાનું એક સંશોધનમાં જણાયું છે. પૃથ્વી પર મહાકાળી ડાયનાસોર નું અસ્તિત્વ હતું એ અંગે વધુને વધુ સંશોધન દુનિયાભરમાં થઈ રહ્યા છે.
કેન્સર આધુનિક ચિકિત્સા વિજ્ઞાન માટે પણ પડકારજનક ગણાય છે. એક અભ્યાસ મુજબ ચાર કરોડ વર્ષ પહેલાં પૃથ્વી પર વસવાટ કરતા શાકાહારી પ્રાણી ડાયનાસોર માં પણ કેન્સર જોવા મળ્યું છે. આ ખુલાસો 30 વર્ષ પહેલાં મળેલા ડાયનાસોરના જીવાશ્મ પરથી થયો છે. જે જીવાશ્મનાં હાડકાંમાં દેખાતાં ઉભારને વૈજ્ઞાનિકો હાડકાનું ફ્રેકચર સમજી રહ્યા હતા. એ વાસ્તવમાં કેન્સરનું નીકળ્યું હતું. ઓસ્ટીઓસાર્કોમા એક ખાસ પ્રકારનું કેન્સર છે. જે અતિ વૃદ્ધિ પામતા હાડકામાં થાય છે. એક માહિતી મુજબ સેન્ટ્રોસોરસ ચાર પગવાળા અને છ મીટર લાંબા તેમજ લીલી વનસ્પતિ ખાનારા ક્રિટેશિયસ ના ડાયનોસોર હતા. તેના નાક ની આગળ લાંબા અને ગરદનની ઉપરના ભાગમાં ટૂંકા બે અણીદાર સિંગદાણા ઉગતા હતા.
આમ તો કોઈ પણ પ્રાણીમા કેન્સર જોવા મળવું એ નવી વાત નથી. પરંતુ ઓસ્ટીઓસારકોમાં સામાન્ય રીતે ઝડપથી વૃદ્ધિ પામતા હાડકામાં થાય છે. બાળકો અને યુવાનોમાં ખાસ જોવા મળે છે. ડાયનાસોરના આ કેન્સર અંગે સંશોધન માટે વૈજ્ઞાનિકોએ હાઈ રિઝોલ્યુશન વાળા સીટી સ્કેનથી ટયૂમરના અંદરના ભાગની માઈક્રોસ્કોપથી તપાસ કરી હતી. આ સંશોધન બાદ કહી શકાય કે જીવ સૃષ્ટીનો કેન્સર સાથેનો નાતો ખુબ જુનો છે…
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com