ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
નવી દિલ્હી
20 મે 2020
દેશભરમાં લોકડાઉન ને કારણે ભક્તો જાત્રા નથી કરી શકતા એ લોકો હવે ઘરે બેઠા પોતાનાં આરાધ્ય દેવ બદ્રીનાથની પુજા અર્ચના કરાવી શકશો અને આ ટેકનોલોજીના યુગમાં મોટી સંખ્યામાં ભક્તો ઓનલાઈન પૂજા કરાવી રહયા છે. આમ તો બદ્રીનાથ ધામના દરવાજા ખોલ્યા બાદ પૂજા વિધિપૂર્વક કરવામાં આવી રહી છે. સાથે જ દેવસ્થાયનમ બોર્ડને ભક્તો દ્વારા ઈ.બુકિંગ પણ મળી રહ્યા છે. આવી સ્થિતિમાં રાવલ અને ધર્મધિકારી ભક્તો વતી નિયમિત પૂજા-અર્ચના ઓનલાઈન બુકિંગના આધારે કરી રહયાં છે. કોરોના ચેપને રોકવા ધાર્મિક યાત્રા પર સંપૂર્ણ પ્રતિબંધ છે. આવી સ્થિતિમાં અભિષેક, સ્વર્ણ આરતી, સહસ્ત્રનામ પાઠ, ખીર ભોગ જેવી વિવિધ પૂજાઓ માટે પણ ઓનલાઇન બુકિંગ કરવામાં આવી રહ્યું છે. માત્ર ભક્તોનાં ગોત્ર અને નામથી રોજ પ્રાર્થના કરવામાં આવી રહી છે, આ સાથે જ વિશ્વના કલ્યાણ માટે ધામમાં દરરોજ વિશેષ પૂજા-અર્ચના કરવામાં આવી રહી છે એમ પણ મંદિર તરફથી જણાવ્યું હતુ..