ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 13 સપ્ટેમ્બર, 2021
સોમવાર
બહુ જલદી જીમેઇલમાં નવાં અપડેટ આવવાનાં છે. નવાં અપડેટ બાદ વપરાશકર્તા જીમેઇલ દ્વારા વૉઇસ અને વીડિયો કૉલ કરી શકશે. ગૂગલ માટે જીમેઇલ ફરી ડિઝાઇન કરવામાં આવી રહ્યું છે. કંપની પોતાની ઍપમાં વધુ વર્ક સ્પેસ ફીચર્સ લાવવા માટે અપડેટ કરી રહી છે. એમ તો અત્યારે પણ જીમેઇલનો ઉપયોગ કરનારા વીડિયો કૉલ કરી શકે છે.
એ માટે તેઓને ગૂગલ મીટ ઍપની મદદ લેવી પડે છે. જોકે નવા અપડેટ બાદ વૉઇસ અને વીડિયો કૉલિંગ ફક્ત જીમેઇલની ઍપ દ્વારા કરી શકાશે.

Leave a Reply