ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,
મુંબઈ
11 જાન્યુઆરી 2021
જ્યારથી વોટ્સએપ એ પોતાની નવી પોલિસીની જાહેરાત કરી છે ત્યારથી એ વિવાદમાં છે. એવામાં વ્હોટ્સએપની બેદરકારી સામે આવી છે. રિપોર્ટ પ્રમાણે વ્હોટ્સએપ ગ્રુપની લિંક હવે ફરી ગૂગલ સર્ચ રિઝલ્ટમાં જોવા મળી રહી છે.
એનો અર્થ એ છે કે કોઈપણ વ્યક્તિ માત્ર ગૂગલ પર સર્ચ કરી પ્રાઈવેટ વ્હોટ્સએપ ગ્રુપ શોધી શકે છે અને એમાં જોઈન કરી શકે છે. આ ખામીને લીધે લોકોના ફોન નંબર અને પ્રોફાઈલ ફોટો માત્ર ગૂગલ સર્ચથી અવેલેબલ થઈ શકે છે.
ગ્રુપ ચેટ ઈન્વાઈટ્સની ઈન્ડેક્સિંગની અનુમતિ આપી વ્હોટ્સએપ હવે વેબ પર ઘણી પ્રાઈવેટ ગ્રુપ ઉપલબ્ધ કરાવી રહ્યું છે, રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે જેને આ લિંક મળે છે તે ગ્રુપમાં ન માત્ર સામેલ થઈ શકે છે બલકે મેમ્બર્સ અને ગ્રુપમાં શેર કરવામાં આવી રહેલી પોસ્ટ સાથે ફોન નંબર પણ જોઈ શકે છે.
આ સમાચાર લખાયા ત્યાં સુધીમાં સર્ચ રિઝલ્ટમાં આશરે 1500થી વધારે ગ્રુપ ઈન્વાઈટ લિંક અવેલેબલ હતી. ટેંશન ની વાત એ છે કે ગૂગલ દ્વારા ઈન્ડેક્સ કરવામાં આવેલી કેટલીક લિંક પોર્ન શેર કરનારાં ગ્રુપ લીડ કરે છે. કેટલીક લિંક કોઈક ખાસ સમુદાયની હતી.
નવેમ્બર 2019માં વ્હોટ્સએપ ગ્રુપ ચેટ ઈન્વાઈટ ગૂગલ સર્ચ રિઝલ્ટ પર જોવા મળી હતી. એક સિક્યોરિટી રિસર્ચરે આ ખામી ફેસબુકને જણાવી હતી, જોકે ત્યાર બાદ આ ખામી દૂર કરવામાં આવી હતી.
એક સાયબર સિક્યુરિટી ના નિષ્ણાત ના જણાવ્યાં મુજબ વ્હોટ્સએપ ખાસ કરીને chat.whatsapp.com સબડોમેન માટે robots.txt ફાઈલ સામેલ નહોતી કરી, જેને લીધે ગૂગલ અને અન્ય સર્ચ એન્જિન પર ગ્રુપ ચેટ ઈન્વાઈટનું ઇન્ડેક્સિંગ થયું છે.