ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૩૧ જુલાઈ, ૨૦૨૧
શનિવાર
ભારત માટે વેઇટલિફ્ટિંગમાં સિલ્વર મેડલ જીત્યા બાદ મીરાબાઈ ચાનુએ પિત્ઝા ખાધા એ તમે વાંચ્યું કે જોયું હશે. તેણે આ વિશેષ માગણી કરી હતી, કારણ કે છેલ્લાં બે વર્ષથી તેણે ખોરાક પર કડક નિયંત્રણ રાખ્યું હતું અને આખરે બે વર્ષ બાદ તે ઘરે જમી હતી.
મીરાબાઈએઑલિમ્પિક તાલીમ દરમિયાન અને ઑલિમ્પિક મુકાબલા પહેલાં તેના ખોરાક બદલ ખૂબ જ તકેદારી રાખી હતી. તેણે ખૂબ જ નિયંત્રિત અને પૌષ્ટિક આહાર લેવો પડ્યો હતો. આ સાથે એ પણ જોવાનું હતું કે તેનું વજન ન વધે. મીરાબાઈ 49 કિલોના વર્ગમાં ભાગ લીધો હતો. સામાન્ય રીતે મીરાંબાઈનો નાસ્તો એક બાફેલું ઈંડું અને બે બ્રેડ સ્લાઇસ સાથે પાંચ પ્રકારનાં ફળો સાથે હતો.
આ પછી તે લંચમાં માછલી અને માંસ લેતી હતી, પરંતુ એ માત્ર ચોક્કસ માત્રામાં જ લેતી. તેની માછલી પણ સાલોમન, ટૂના હતી. આ સાથે તે પોર્ક બેલી પણ ખાતી હતી, જે ખાસ નોર્વેથી આયાત કરવામાં આવતી હતી. તેનું રાત્રિભોજન લંચ જેવું જ હતું. તે દિવસમાં ઘણી વખત જ્યૂસ લેતી હતી.
ઑલિમ્પિક્સમાં બની અજબ-ગજબ ઘટના; કોચે રિંગમાં ઊતરતી મહિલાને માર્યા લાફા, જાણો વિચિત્ર કિસ્સો
તેણે આખા બે વર્ષ સુધી જંક ફૂડને સ્પર્શ પણ કર્યો ન હતો. તેણે ઘરનો પરંપરાગત ખોરાક, દાળ, ભાત, શાકભાજી પણ ખાધાં નથી. આથી સમજી શકાય છે કે ઑલિમ્પિકની તૈયારી કરી રહેલા રમતવીરો ખરેખર કેટલો સંઘર્ષ કરે છે.
ઉલ્લેખનીય છે કે ઑલિમ્પિયન માટે આદર્શ માત્રા દરરોજ સરેરાશ 6,000 કૅલરી હોવી જોઈએ. જોકેઆ પણ ખૂબ વધારે છે. ઑલિમ્પિકમાં ખેલાડીઓ જુદી-જુદી રમતો અનુસાર વિવિધ કૅલરીનો આહાર લે છે. જિમ્નાસ્ટ સૌથી ઓછી માત્રામાં તો બૉક્સર, વેઇટલિફ્ટર, કુસ્તીબાજો, તરવૈયાઓ અને દોડવીરો બધા તેના કરતાં વધારે ખોરાક લે છે.