News Continuous Bureau | Mumbai
યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે અમેરિકન અવકાશયાત્રી માર્ક વંદે હેઈ બે રશિયન અવકાશયાત્રીઓ સાથે રશિયન સ્પેસ કેપ્સ્યુલમાં પૃથ્વી પર પાછા ફર્યા છે. તેઓએ કઝાકિસ્તાનમાં પેરાશૂટ દ્વારા સુરક્ષિત ઉતરાણ કર્યું હતુ. નાસાના અવકાશયાત્રી માર્ક વંદે હેઈ અને રશિયન અવકાશયાત્રીઓ એન્ટોન શ્કાપ્લેરોવ અને પ્યોટર ડુબ્રોવને લઈ જતી કેપ્સ્યુલે માંથી કેટલાક કલાકો પછી પેરાશૂટ લેન્ડિંગ પૂર્ણ કરવામાં આવ્યું હતું.
નાસાના એડમિનિસ્ટ્રેટર બિલ નેલ્સન માર્કના મિશન માત્ર રેકોર્ડ તોડી રહ્યું નથી, પણ માનવ માટે ચંદ્ર અને મંગળ પર જવાનો માર્ગ મોકળો કરી રહ્યું છે.આંતરરાષ્ટ્રીય અવકાશ સ્ટેશને તમામ અવકાશયાત્રીના આ મિશન માટે તેમના અતુલ્ય યોગદાન બદલ તેઓનો આભાર વ્યક્ત કર્યો હતો. અમેરિકી અવકાશયાત્રી વંદે હેઈ નામે અવકાશમાં સૌથી વધુ સમય રહેવાનો રેકોર્ડ બનાવ્યો છે.
આ સમાચાર પણ વાંચો : મોંઘવારીનો વધુ એક માર.. નવા નાણાકીય વર્ષના પ્રથમ દિવસે 19 કિલોના કોમર્શિયલ LPG ગેસના ભાવમાં થયો આટલા રૂપિયાનો વધારો; જાણો હવે કેટલા રૂપિયા ચૂકવવા પડશે
આ અગાઉ ૨૦૧૬માં સ્કોટ કેલીએ અંતરિક્ષમાં ૩૪૦ દિવસ વિતાવ્યા હતા. જ્યારે અગાઉના રેકોર્ડને તોડીને માર્ક ૩૫૫ દિવસ અવકાશમાં વિતાવ્યા હતા. વંદે હેઈ અને રોસકોસમોસ અવકાશયાત્રીઓ ઓલેગ નોવિટસ્કી અને પ્યોટર ડુબ્રોવને વહન કરતી સોયુઝ કેપ્સ્યુલ ગયા વર્ષે એપ્રિલમાં ઉડાન ભરી હતી.સ્પેસ કોઓપરેશન હેઠળ, યુએસ ISS પર પાવર અને લાઇફ સપોર્ટને નિયંત્રિત કરે છે, જ્યારે રશિયા અન્ય વસ્તુઓને નિયંત્રિત કરે છે. યુક્રેન સાથે વ્લાદિમીર પુતિનના યુદ્ધને લઈને યુએસ અને રશિયા વચ્ચે વધતા તણાવ છતાં વાંદે હેઈએ તેનુ મિશન પૂર્ણ કર્યું હતું.
નાસાએ કહ્યું કે, બંને દેશો ISSને સહયોગ આપવાનું ચાલુ રાખી રહ્યા છે. જોકે રશિયાની સ્પેસ એજન્સી રોસકોસમોસના વડા દિમિત્રી રોગોઝિને યુક્રેન પરના આક્રમણ પછી તરત જ ટિ્વટ કરીને ભડક્યા હતા.