ન્યૂઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, 9 એપ્રિલ 2021
શુક્રવાર
દેશભરમાં ફરી કોરોનાએ માથું ઉચક્યું છે. મુંબઈ અને ખાસ કરી મહારાષ્ટ્રમાં કોરોનાની સ્થિતિ ખૂબ જ ગંભીર છે. પહેલાં નાઈટ કર્યુઈ ત્યારબાદ વીકએન્ડ લોકડાઉન અને ખાનગી ક્ષેત્ર બંધ કરવા જેવા પગલાં રાજ્ય સરકારે લીધા છે.
હવે આ સ્થિતિ જોતા મજૂરોએ ફરી પોતાના વતન પાછા ફરવાનો નિર્ણય કર્યો છે. ગોરખપુર જતી ટ્રેનની આ એક તસવીર મજૂરોની સ્થિતિ વર્ણવે છે. એક પ્રવાસી ટ્રેનમાં જગ્યા ન મળતા, બારીમાંથી અંદર જવાનો પ્રયાસ કરે છે અને એક જ પગ અંદર રાખીને પણ ગોરખપુરનો પ્રવાસ કરવા નીકળી પડ્યો છે.
મધ્ય રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી શિવાજી સુતાર જણાવે છે કે ઉત્તર ભારત તરફ રોજ ૪૨-૪૫ ટ્રેનો જાય છે. આ તરફ જતી ટ્રેનોમાં ભીડ ફરી વધવા લાગી છે. કોરોના ગાઈડલાઈન પ્રમાણે એક ટ્રેનમાં ૧૪૦૦-૧૫૦૦ લોકો પ્રવાસ કરે છે. પહેલાં ૩૦૦૦ લોકો પ્રવાસ કરતા હતા, જેમાં વેઈટિંગ ટીકીટવાળા પ્રવાસીઓનો પણ સમાવેશ થાય છે.
