News Continuous Bureau | Mumbai
OnePlus 10Rનું નવું વેરિઅન્ટ લોન્ચ(launch) કરવામાં આવ્યું છે. કંપનીએ OnePlus 10R પ્રાઇમ બ્લુ એડિશન રજૂ કર્યું છે. હેન્ડસેટમાં સ્પેસિફિકેશનની બાબતમાં કંઈ નવું નથી.આમાં તમને એક નવો કલર (new color)અને એમેઝોન પ્રાઇમ મેમ્બરશિપ મળશે.(Amazon prime subscription) આ સ્માર્ટફોન એમેઝોનના આગામી ગ્રેટ ઈન્ડિયન ફેસ્ટિવલ સેલમાં(great Indian festival) ઉપલબ્ધ થશે. કંપનીએ આ ફોન વિશે ઓફિશિયલ માહિતી આપી છે. OnePlus 10R 5G પ્રાઇમ બ્લુ એડિશન કંપનીનો ત્રીજો કલર ઓપ્શન છે. અગાઉ કંપનીએ હેન્ડસેટના બે કલર ઓપ્શન લૉન્ચ કર્યા છે, જે પહેલેથી જ સેલ પર ઉપલબ્ધ છે. આવો જાણીએ આ સ્માર્ટફોનની(smartphone) કિંમત અને અન્ય ખાસ વાતો.
OnePlus 10R પ્રાઇમ બ્લુ એડિશનની કિંમત
કંપનીએ સ્માર્ટફોનની કિંમત વિશે માહિતી આપી નથી. આ હેન્ડસેટ સાથે તમને Amazon Primeની મેમ્બરશિપ પણ મળશે. OnePlus 10Rની કિંમત 34,999 રૂપિયાથી શરૂ થાય છે. પ્રાઇમ એડિશનમાં(prime edition) તમને એમેઝોન પ્રાઇમ સબસ્ક્રિપ્શનના ત્રણ મહિના ફ્રી(free)માં મળશે. તમે તેને એમેઝોન(Amazon) પરથી ખરીદી શકો છો.
સ્પેશિફિકેશન શું છે?
OnePlus 10R Prime Blue Editionમાં 6.7-inch Fluid AMOLED ડિસ્પ્લે (display)છે, જે 120Hz રિફ્રેશ રેટને સપોર્ટ કરે છે. ફોન MediaTek Dimensity 8100 Max પ્રોસેસર દ્વારા ઓપરેટેડ છે. તેમાં 12GB સુધીની રેમ અને 256GB સુધીનો સ્ટોરેજ (storage)ઓપ્શન છે.
ડિવાઇસ 3D પેસિવ કૂલિંગ ટેક્નોલોજી(technology) સાથે આવે છે. ફોન Android 12 પર આધારિત Oxygen OS પર કામ કરે છે. ઓપ્ટિક્સ વિશે વાત કરીએ તો હેન્ડસેટમાં ટ્રિપલ રીઅર કેમેરા(camera) સેટઅપ ઉપલબ્ધ છે, જેનો મેઇન લેન્સ 50MP છે. તેમાં 8MP અલ્ટ્રા વાઇડ એંગલ લેન્સ અને 2MP મેક્રો કેમેરા છે.
ફ્રન્ટમાં કંપનીએ 16MPનો સેલ્ફી કેમેરો (selfie camera)આપ્યો છે. ડિવાઇસને પાવર આપવા માટે 5000mAh બેટરી આપવામાં આવી છે, જે 80W ચાર્જિંગને સપોર્ટ કરે છે. જો કે, તેનો એક પ્રકાર 150W ચાર્જિંગ સાથે આવે છે, જેમાં 4500mAh બેટરી છે.
આ સમાચાર પણ વાંચો : શું તમે જાણો છો કે કેમ ઉજવાય છે હિન્દી દિવસ- ક્યાંથી આવ્યો શબ્દ- જાણો અનોખો ઈતિહાસ