ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 18 ડિસેમ્બર 2021
શનિવાર.
વિશ્વભરમાં કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનનો કહેર જોવા મળી રહ્યો છે ત્યારે હવે આ વધતા કેસો વચ્ચે કોરોના વેક્સિન નિર્માતા કંપનીએ નવી ભવિષ્યવાણી કરી છે.
ફાઈઝરના ચીફ સાયન્ટિફિક ઓફિસર મિકેલ ડોલ્સ્ટને ચેતવણી આપી છે કે કોરોના મહામારી વર્ષ 2024 સુધી ચાલુ રહી શકે છે.
ફાઈઝરના મુખ્ય વૈજ્ઞાનિક અધિકારી મિકેલ ડોલેસ્ટને રોકાણકારોને જણાવ્યું હતું કે, કંપનીની ધારણા છે કે, કેટલાક વિસ્તારોમાં આગામી 1-2 વર્ષમાં કોરોના મહામારી ચાલુ રહેશે.
જો કે, તેમણે એમ પણ કહ્યું કે સમાજ કેટલી અસરકારક રીતે રસી અને સારવાર વિકસાવવા અને તેનો ઉપયોગ કરવામાં સક્ષમ છે તેના પર પણ તે આધાર રાખે છે. જો રસીકરણનો દર ઓછો હોય, તો ચેપનું જોખમ રહે છે.
ઓમિક્રોન વેરિએન્ટના આગમન પહેલા ટોચના અમેરિકન રોગ નિષ્ણાંત એન્થોની ફૌસીએ આગાહી કરી હતી કે, અમેરિકામાં 2022માં આ મહામારી સમાપ્ત થઈ જશે પરંતુ નવા વેરિએન્ટની ગતિ જે રીતે વધી રહી છે તેના પરથી એવું લાગી રહ્યું છે કે, આ ભવિષ્યવાણી ક્યાંક ખોટી ન સાબિત થઈ જાય.
ઉત્તર પ્રદેશમાં મઉ ખાતે સપા નેતાના ઘરે આયકર વિભાગના દરોડા, કાર્યકરોનો હોબાળો; ભારે ફોર્સ તૈનાત