ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
નવી દિલ્હી
20 જુલાઈ 2020
ઉત્તરાખંડવાસીઓ કેદારનાથ ધામ તો જઈ શકે છે. પરંતુ, તેઓએ મંદિરની બહારથી જ ભગવાનના દર્શન કરવા પડી રહયાં છે.. ઉત્તરાખંડ સરકારની આવી શરત શ્રદ્ધાળુઓ માટે સમસ્યા બની છે કારણ કે કેદારનાથના દર્શન માટે તીર્થયાત્રીઓ, 18 કિલોમીટરની ભારે કઠીન યાત્રા કરે છે. વિપરિત મોસમનો સામનો કરી મંદિર સુધી પહોંચે છે. જયાં પહોંચ્યા બાદ મંદિરમાં ભક્તોને પ્રવેશ નથી મળતો ત્યારે ભક્તો ખૂબ નારાજ થાય છે. તેઓ સરકારને પ્રશ્નો પુછી રહ્યા છે કે ઈ. પાસ આપવામાં આવે છે ત્યારે જ આની જાણ સરકાર કેમ નથી કરતી.
# હકીકતમાં વાત એમ છે કે આ વર્ષે કોરોનાનો ડર અને લોકડાઉનને કારણે મંજૂરી નથી આપી.
# કેદારનાથ હિન્દુ શ્રદ્ધાળુઓ માટે ચારધામમાનું એક પ્રમુખ તીર્થસ્થાન છે. દર વર્ષે લાખો લોકો દર્શન માટે આવતાં હોય છે જેના માટે સરકાર અગાઉથી આયોજન કરતી હોય છે.
# માત્ર રોજના 400 લોકોને જ ઈ. પાસ જારી કરવામાં આવે છે. લાંબા વેઇટિંગ લિસ્ટ બાદ ભક્તને દર્શનનો લાભ મળતો હોય છે.
# આવા સમયે ઉત્તરાખંડના ભક્તોની દલીલ છે કે મંદિરની અંદર પ્રવેશ કરવાની અનુમતિ નથી તો યાત્રા શરૂ જ શું કામ કરી??…
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com