News Continuous Bureau | Mumbai
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે 9 એપ્રિલે કર્ણાટકના પ્રવાસે આવ્યા હતા. આ દરમિયાન પ્રોજેક્ટ ટાઈગરના 50 વર્ષ પૂરા થવા પર તે બાંદીપુર અને મુદુમલાઈ ટાઈગર રિઝર્વ પહોંચ્યા હતા. પીએમ મોદીએ બાંદીપુર ટાઈગર રિઝર્વમાં સફારી પ્રવાસની મજા માણી હતી. આ પછી પીએમ મોદી હાથીઓના કેમ્પમાં પણ પહોંચ્યા હતા. જ્યાં હાથીઓએ પોતાના અંદાજમાં પીએમ મોદીને વણક્કમ કહ્યું હતું.
આ દરમિયાન તેમણે હાથીને પોતાના હાથે શેરડી ખવડાવી હતી. તેઓ હાથીઓ સાથે હળવાશમાં જોવા મળ્યા હતા. તેમણે હાથીઓ પર હાથ ફેરવી પંપાળ્યા હતા. જે બાદ પીએમ મોદીએ હાથીની સંભાળ રાખતા મહાવત સાથે વાતચીત કરી. ત્યારે હાથી પણ સૂંઢ ઊંચી કરીને ‘થેન્ક યુ’ કહેતા દેખાયા
An unforgettable interaction!
PM Modi visited the Theppakadu Elephant camp in Mudumalai Tiger Reserve and fed the elephants. pic.twitter.com/P4tKj2yIPR
— BJP (@BJP4India) April 9, 2023
“The Elephant Whisperers” માં અભિનય કરેલ હાથી પણ આ પાર્કમાં રહે છે. તેમણે હાલમાં જ ઓસ્કર એવોર્ડ જીતનાર દસ્તાવેજી ફિલ્મ ‘ધ એલિફન્ટ વિસ્પરર્સ’માં હાથીઓની સંભાળ કરતા દંપતી બોમન અને બેલીને મળ્યા હતા.