News Continuous Bureau | Mumbai
Surat : તાજેતરમાં રાજયમાં વિવિધ જળાશયોમાં ન્હાવા પડેલા વ્યક્તિઓના ડૂબી જવાની ઘટનાને ધ્યાને લઈ સુરત શહેર પોલીસ ( Surat Police ) કમિશનરશ્રી અનુપમસિંહ ગહલૌતે ( Anupam Singh Gehlot ) નાગરિકોની સુરક્ષા હેતુથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે એક જાહેરનામા દ્વારા સુરત શહેરી વિસ્તારમાં આવેલા ૩૩ જેટલા તળાવો, નહેરો તથા દરિયાકિનારા પર લોકોને નહાવા તથા ભારે ભીડ ( heavy crowd ) થવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે.
જે અનુસાર સુરત શહેરના સચીન ખાતે આવેલા નવ તળાવો ( lakes ) જેમાં શ્રી રામનગર તળાવ ગુ.હા.બોર્ડ, પારડી બસ સ્ટેન્ડની પાછળના ભાગે તળાવ પર, સાઉથ ઝોન ઓફિસની પાછળના ભાગે આવેલ તળાવ, ઇકલેરા, ખરવાસા, બોણંદ, વક્તાણા, પોપડા ગામો ખાતેના તળાવો, મીંઢોળા નદી લાજપોર ગામનું તળાવ તેમજ પુણા વિસ્તારના રંગ અવધૂત સોસાયટી ચાર રસ્તાથી રેશ્મા સર્કલ, પર્વત પાટીયાથી સમ્રાટ સ્કુલ ચાર રસ્તા સુધી પસાર થતી નહેર અને પુણા ગામ તળાવ, ઈચ્છાપોર વિસ્તારના ઇચ્છાપોર, ભટલાઈ, જુનાકવાસ, ભાટપોર ગામના તળાવો, ડીંડોલી વિસ્તારમાં આવેલ છટ તળાવ, કરાડવા ગામ તળાવ, સણિયા ગામ તળાવ, તેજાનંદધામ મંદિર પાસે, દેલાડવા ગામ તળાવ, મધુરમ સર્કલ કેનાલ, સલાબતપુરામાં આવેળું ગોપી તળાવ, હજીરાનું મોરા તળાવ, રાંદેરનું બોટનીકલ ગાર્ડન તળાવ, પાસોદરા ગામમાં ઓમ ટાઉનશીપ વિ-૩ની સામે આવેલ તળાવનો સમાવેશ થાય છે.
ડુમ્મસ વિસ્તારમાં ડુમ્મસ બીચ ( Beaches ) તથા સુંવાલી બીચ તથા દરિયાકિનારો, કાદી ફળીયુ પાસે આવેલ તળાવ, ભીમપોર, આભવા, ગવીયર ગામના તળાવોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત તેમજ પો.કમિ.વિસ્તારમાં સમાવિષ્ટ તાપી નદીના કિનારાના વિસ્તારનો સમાવેશ થાય છે.
આ સમાચાર પણ વાંચો: Chanakya Niti: આ 3 આદતો તમને ગરીબી તરફ ધકેલશે! કારણ સમજો નહીંતર પસ્તાશો.
જયારે અમરોલી/ઉત્રાણ વિસ્તારના કાકરાપાર ડેમ જમણી બાજુની નહેર (કામરેજ થી હજીરા તરફ જતી), રાંદેરના દાંડી રોડથી ગોગા ચોક સુધી તથા ગૌરવપથ સુધી કેનાલ(નહેર), સરથાણામાં આવેલા શાયોના પ્લાઝાથી માં અમર ચોક-હવેલી સુધીની નહેર, જહાંગીરપુરામાં કુંકણી નહેરથી ગોળા ગરનાળા(વરીયાવ સુધીનો નહેરનો ભાગ)નો સમાવેશ થાય છે.
આ જાહેરનામું તા.૭/૦૬/૨૦૨૪ થી તા.૩૧/૭/૨૦૨૪ સુધી અમલમાં રહેશે. હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.