Site icon

પોલેટ્રી ફાર્મને નડ્યો બર્ડ ફ્લૂ.. લોકોએ મરધી ખાવાનું બંધ કર્યું.. આટલા ટકા ઓછી મરઘીઓ કપાઈ.. જાણો વિગત..

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,

મુંબઈ

Join Our WhatsApp Community

13 જાન્યુઆરી 2021 

દેશના કેટલાક ભાગોમાં બર્ડ ફ્લૂ ફાટી નીકળ્યા પછી ઉત્તર અને પશ્ચિમ ભારતમાં ચિકનનું વેચાણ ઘટ્યું છે. ચિકન કંપનીઓના વેચાણમાં ઘટાડો થવાને કારણે કિંમતોમાં 20 ટકાનો ઘટાડો આવી રહ્યો છે. ઇંડાના જથ્થાબંધ ભાવમાં પણ મોટો ઘટાડો થયો છે. જોકે છૂટક કિંમતો હજુ મામુલી જ નીચે આવી છે. 

દક્ષિણ ભારતમાં પણ ચિકનનું વેચાણ 30 ટકા ઘટ્યું છે. મીડિયાના અહેવાલો મુજબ,  જ્યારે ઉત્તર અને પશ્ચિમ ભારતમાં વેચાણમાં 50 થી 60 ટકાનો ઘટાડો થયો છે. રાષ્ટ્રીય એગ કો-ઓર્ડિનેશન કમિટીએ ઉત્તર ભારતમાં ખાવાના ચિકનના ભાવમાં 30 ટકાનો ઘટાડો કરી રૂ. 70 કરી દીધો છે. તે જ સમયે, ઇંડાનો ભાવ ઇંડા દીઠ સાત ટકાનો ઘટાડો કરીને સાડા પાંચ થી 4 રૂપિયા થયો છે. જોકે 

પોલ્ટ્રી ફેડરેશન ઓફ ઇન્ડિયા કહે છે કે બર્ડ ફ્લૂ સંબંધિત હકીકત કરતા અફવાઓ વધુ ફેલાઈ રહી છે, જેથી ચિકન અને ઇંડાનું વેચાણ અડધું થઈ ગયું છે. પોલ્ટ્રી ફાર્મર્સ એસોસિએશને કહ્યું છે કે 2006 પછીથી બર્ડ ફ્લૂ મરઘા ઉદ્યોગ માટે ચિંતાનું કારણ બની ગયું છે. જોકે, ભારતમાં પક્ષીઓમાંથી મનુષ્યમાં હજી સુધી બર્ડ ફ્લૂનો કોઈ કેસ નોંધાયો નથી. 

અત્યાર સુધીમાં કેરળમાં બર્ડ ફ્લૂનો કેસ સામે છે. જોકે આ વખતે બર્ડ ફ્લૂનો રોગ મરઘાં કરતાં કાગડા, બતકોમાં જ જોવા મળ્યો છે. 2006 માં દેશમાં બર્ડ ફ્લૂ રોગ સૌપ્રથમ જોવા મળ્યો હતો. તે સમયે, મહારાષ્ટ્રના નંદુરબારમાં બર્ડ ફ્લૂનો કેસ સામે આવ્યા બાદ હજારો પક્ષીઓ મારી નાખવામાં આવ્યા હતા. પરંતુ આ વખતે સરકારી આરોગ્ય તંત્ર ખુબજ સજાગ હોવાથી બર્ડ ફ્લૂના કેસો જલ્દી કાબૂમાં આવી ગયાં છે.

Mumbai Local: નવેમ્બરના પહેલા જ રવિવારે મુશ્કેલી: મુંબઈની ત્રણેય લોકલ લાઈન પર મેગાબ્લોક, ચાર મહત્ત્વના સ્ટેશનો પર ટ્રેન સ્ટોપ રદ.
Expenditure limit: ઉમેદવારોને મોટી રાહત! સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલાં ‘ખર્ચ મર્યાદા’માં જબરદસ્ત વધારો – શું છે નવું ગણિત?
India-US Agreement: ભારત-અમેરિકા વચ્ચે ૧૦ વર્ષના સંરક્ષણ સહયોગના માળખા પર ઐતિહાસિક સમજૂતી, દ્વિપક્ષીય સંબંધો મજબૂત.
Rohit Pawar FIR: ડોનાલ્ડ ટ્રમ્પના નામે નકલી આધાર કાર્ડનો ડેમો આપવા બદલ NCP(SP)ના રોહિત પવાર સામે FIR
Exit mobile version