ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
24 જુલાઈ 2020
સોશિયલ મીડિયા પર મોટી બ્રાન્ડની જાહેરાત મેળવવા અને વધુ પૈસા કમાવવા માટે, બનાવટી ફોલોઅર્સ સાથે સંબંધિત મામલો સતત સામે આવી રહ્યો છે. પરંતુ આ વખતે બે મોટી હસ્તીઓનાં નામ બહાર આવી રહ્યા છે જેમાં દીપિકા પાદુકોણ અને પ્રિયંકા ચોપરા જોનાસ શામેલ છે. પ્રાપ્ત જાણકારી અનુસાર ટૂંક સમયમાં મુંબઈ ક્રાઇમ બ્રાંચ આ બંને અભિનેત્રીઓની પૂછપરછ કરી શકે છે. મુંબઇ પોલીસ સોશિયલ મીડિયા પર ફર્જી ફોલોઅર્સ ઘોટાળાની તપાસ કરી રહી છે. રિપોર્ટસના અનુસાર આ મામલે દીપિકા અને પ્રિયંકા સહિત લગભગ 175 હાઇ પ્રોફાઇલ લોકોના સોશિયલ મીડિયા એકાઉન્ટસની તપાસ અને પુછપરછ થાય તેવી શક્યતા છે. જેમાં નિર્માતાઓ, દિગ્દર્શકો, અભિનેત્રીઓ, સાથે સાથે મેકઅપ આર્ટિસ્ટ, કોરિયોગ્રાફર, રાજકારણીઓના સહાયક ડિરેક્ટરનો સમાવેશ થાય છે.
સોશિયલ મીડિયાના એક પોર્ટલના અનુસાર મુંબઇ પોલીસ પૈસા આપીને અને નકલી ફોલોઅર્સ વધારવા માટેની તપાસ કરી રહી છે. આ મામલા માટે ક્રાઇમ બ્રાન્ચ અને સાઇબર સેલની એક વિશેષ ટીમ બનાવામાં આવી છે. મુંબઇ પોલીસ અધિકારીએ જણાવ્યું છે કે આ પૂરા મામલામાં 54 અલગ-અલગ કંપની પર પોલીસની નજર છે. આ ઉપરાંત રિપોર્ટમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે સોશિયલ મીડિયા માર્કેટિંગની આંતરરાષ્ટ્રીય કંપની ફોલોઅર્સકાર્ટ.કોમ પર પણ પોલીસની નજર છે. આ ઉપરાંત મુંબઇ પોલીસે ફર્જી અકાઉન્ટ બનાવાના મામલે એક શખ્સની ધરપકડ કરી છે.
નોંધનીય છે કે સોશિયલ મિડિયા પર જેમનાં ફોલોઅર્સની સંખ્યા વધારે હોય એમનું મહત્ત્વ વધારે ગણાતું હોય છે. પરંતુ આ ફોલોઅર્સના આંકડા વધારવા માટે કાળાબજાર કરવામાં આવે છે એવું પોલીસના ધ્યાનમાં આવ્યું છે. જે સેલિબ્રિટીના ફોલોઅર્સ વધારે હોય એની કિંમત ઊંચી હોય છે એવું ગણિત ડિજિટલ જગતમાં લોકપ્રિયતા માટે માનવામાં આવે છે.
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com