ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 17 સપ્ટેમ્બર, 2021
શુક્રવાર
ફળ ખાવાથી તંદુરસ્તી અને એક અલગ જ ઊર્જા મળે છે. આજે આપણે એક એવા ફળ વિશે વાત કરીશું કે જેનું નામ સાંભળતાં જ ઘણા લોકોના મોતિયા મરી જાય છે. એ ફળ કોળું છે. આજે કોળાના ફાયદા વિશે જાણશો પછી તમે અચૂક ખાતા થઈ જશો. તો ચાલો, જાણીએ એ ફળ વિશે.
1. કોળામાં કૅલરીની માત્રા તો ઓછી છે જ, એ સાથે એમાં મિનરલ અને વિટામિન ભરપૂર માત્રામાં છે. એ બિટા કૈરોટિનનો મોટો સ્રોત છે, એક કૈરોટિનોઇડ જેને આપણું શરીર વિટામિન Aમાં રૂપાંતર કરે છે.
2. કોળામાં ઍન્ટી-ઑક્સિડન્ટ આલ્ફા કૈરોટિન, બીટી ક્રિપ્ટોકસૈન્થિન વગેરે હોય છે, જે કોશિકાઓના મુક્ત કણોથી થતા નુકસાનથી બચાવી શકે છે.
3. કોળામાં વિટામિન A અને વિટામિન Cની માત્રા વધારે પ્રમાણમાં હોય છે, એ આપણી રોગપ્રતિકારક શક્તિને વધારવામાં ખુબ મદદરૂપ થાય છે. એમાં રહેલાં વિટામિન E, લોહતત્ત્વ અને ફોલેટ રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરી શકે છે.
4. કોળામાં વિટામિન A, લ્યુટીન અને જેક્સુથીન હોય છે, જે ઉંમર વધવાની સાથે થતી આંખની ખામીને દૂર છે.
5. મુખ્ય કારણ તો કોળામાં હાજર રહેલા ફાઇબર અને વિટામિન છે, જે વજન ઓછું કરવામાં મદદ કરે છે, સાથોસાથ એ ત્વચાને તંદુરસ્ત અને ચમકીલી રાખે છે.
કોળું તો ઠીક, પણ એનાં બીજ પણ ફાયદાકારક છે.
કોળાનાં બીજમાં ઝિંક ભરપૂર માત્રામાં જોવા મળે છે, જે રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરી પ્રજનનક્ષમતાને વધારે છે. એનાં બીજમાં મેગ્નેશિયમ, પોટેશિયમ, ફોસ્ફરસ, ઝિંક, ફાઈબર અને સેલેનિયમ વગેરે હોય છે. સેલેનિયમ ઍન્ટી-ઑક્સિડન્ટનું કામ કરે છે, જે શરીરને ફ્રી સેલ ડેમેજથી બચાવે છે. સેલેનિયમ પુરુષોને પ્રોસ્ટ્રેટ કૅન્સરથી પણ બચાવે છે.
1. કબજિયાતથી પરેશાન લોકો રોજ કોળાનાં બીજનું સેવન કરી શકે છે. એનાં બીજમાં ફાઇબર હોય છે, જે પાચનતંત્રને મજબૂત કરે છે અને સાથોસાથ કબજિયાતથી રાહત અપાવે છે.
2. કોળાનાં બીજ પ્રોસ્ટ્રેટના સ્વાસ્થ્ય માટે ખૂબ સારો વિકલ્પ છે, જે BPH એન્લાર્જ્ડ પ્રોસ્ટેટને ઠીક કરવાનું કામ કરે છે.
૩) કોળાનાં બીજ આંતરડાંમાં જોવા મળતાં કરમિયાં, પેટમાં થતા લાંબા ચપટા કૃમિનો નાશ કરે છે.
૪) એ ગરમ હોવાથી કફ દૂર કરી શરીરમાં ઇન્ફેક્શન થતું અટકાવે છે