ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 3 ઑક્ટોબર, 2021
રવિવાર
લેપટોપ કે કોમ્પ્યુટર સ્ક્રીનની સામે લગાતાર કામ કર્યા પછી રાત સુધીમાં બહુજ થાકી જાવ છો. અમુક વાર પછીના દિવસે કામ પર એ થાકની અસર વર્તાય છે. તો તેના માટે સૌથી સરળ ઉપાય છે જેનાંથી તમારો થાક પળભરમાં ગાયબ થઈ જશે અને સવારે જાગો ત્યારે તમે તાજગીનો અનુભવ કરશો. તેનાં માટે ઑફિસથી આવ્યાં પછી જ્યારે પણ તમે સ્નાન કરો છો ત્યારે નીચે જણાવેલ 5 માંથી કોઈ એક નુસખો અપનાવો. તેનાંથી તમને આખા દિવસના થાકમાંથી રાહત મળશે. તો ચાલો જાણીએ શું છે ઉપાયો –
1. લીંબુ
લીંબુમાં રહેલ એન્ટી ઓક્સીજડેન્ટ ગુણ આપના શરીરને એક્ટિવ રાખવામાં મદદ કરે છે. પાણીમાં લીંબુનાં 2 ટીપા નાખીને સ્નાન કરવાથી દિવસભરના થાકથી છૂટકારો મળે છે. તેમજ તેની સુગંધથી તાજગીનો અનુભવ થાય છે. જેનાંથી તમને ફ્રેશનેસ મહેસુસ થાય છે. ખાસ તો શરીર પર રહેલ ગંદકીને દૂર કરવામાં પણ મદદશીલ થાય છે. અને ચેહરા કે બોડી પર પડેલ ડાઘને પણ હલકા કરે છે.
LJPમાં કાકા-ભત્રીજાની લડાઈ એક ઝાટકે ખતમ દીધી ચૂંટણી પંચે, કરી આ મોટી કાર્યવાહી; જાણો વિગતે
2. ઓલિવ તેલ
આ સૌથી વધુ ઉપયોગી તેલ છે. સ્નાન કરવા સમયે ડોલમાં એક ઢાંકણું ઓલિવ તેલનું નાખવાથી સ્નાનની મઝા ખૂબ સારી રીતે લઈ શકાય છે. આ તેલ એન્ટી-એજિંગનું પણ કાર્ય કરે છે. આમાં વિટામિન ઈ અને કે પણ ભરપૂર પ્રમાણમાં હોય છે. પાણીમાં નાખીને એને લગાડવાથી કોલેજનનું કામ પણ થઈ જાય છે.
3. મીઠું(નિમક)
દિવસભરના થાકને દૂર કરવાનો સૌથી સરળ ઉપાય છે મીઠું કે જે દરેકના ઘરમાં મળી રહે છે. નવશેકા પાણીમાં 1 ચમચી મીઠું નાખી સ્નાન લેવાથી આખા દિવસના થાકની સાથે શરીર પરની ગંદકી પણ દૂર થઈ જાય છે. જેનાથી થાક લાગ્યો હોય તો પણ મીઠી ઊંઘ આવી જાય છે.
4. દૂધ
દૂધથી સ્નાન કરવું એ એક ભારતીય પરંપરા રહી છે. તમારે ત્યાં રાતના પણ દૂધ આવતું હોય તો અડધી વાટકી દૂધ નવશેકા પાણીમાં નાખી સ્નાન કરવું. તેનાથી તમારી ચામડી વધારે કોમળ થઈ જશે. તેના બદલે રાત્રે તમારે કોઈ પ્રકારના મોઇશ્ચરાઇઝર પણ લગાડવાની જરૂર નહીં પડે.
5. લવંડર તેલ
આ તેલનો ઉપયોગ સ્પા દરમિયાન સૌથી વધુ કરવામાં આવે છે. તેલના માત્ર બે ટીપા પાણીમાં નાખીને તે નવશેકા પાણીથી સ્નાન કરવું. આપનો બધો થાક દૂર થઈ જશે. આ તેલથી સ્નાન કરવાથી માંસપેશીઓનો દુખાવો પણ ઓછો થાય છે.