ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો,
મુંબઈ
26 જાન્યુઆરી 2021
કેરળમાં ગ્રાહક અદાલતમાં રેલ્વે ઓથોરિટીની ફજેતી થઈ છે. આ વાત આઠ વર્ષ જૂની છે જ્યારે એક વ્યક્તિ શતાબ્દી ટ્રેન થી ત્રિશુર થી તિરુવનંતપુરમ્ ની યાત્રા કરી રહ્યો હતો. આ સમયે ટ્રેન ની બારી તૂટી ગઈ હતી અને જોરદાર વરસાદ પડ્યો જેને કારણે તે વ્યક્તિ અને તેનો સામાન પણ ભીંજાઇ ગયો. આથી ગુસ્સે થયેલા તે વ્યક્તિએ રેલવે સામે ૫૦ હજાર રૂપિયાનો દાવો માંડ્યો.પોતાના દાવા માટે વ્યક્તિએ મેડિકલ સર્ટિફિકેટ સુધારા રજૂ કર્યું જેમાં લખવામાં આવ્યું હતું કે વરસાદમાં ભીંજાવા ને કારણે તેને માનસિક ત્રાસ પહોંચ્યો છે.
આ મામલો આઠ વર્ષ સુધી અદાલતમાં ચાલ્યો અને આખરે કેસ કરનાર વ્યક્તિ ની જીત થઈ. અદાલતે રેલવેને આદેશ આપ્યો છે કે તેણે પીડિત વ્યક્તિને આઠ હજાર રૂપિયા આપવા પડશે. આમાંથી 5000 રૂપિયા માનસિક ત્રાસ વેઠવા બદલ જ્યારે કે 3000 રૂપિયા કોર્ટ માટે કરેલા ખર્ચ બદલ વળતર રૂપે આપવાના રહેશે.
આમ એક જાગૃત નાગરિકે રેલવે પ્રશાસન ના લીરા ઉડાડયા. રેલવેની જવાબદારી છે કે તે સુરક્ષિત રીતે અને સમયસર લોકોને પોતાના ગંતવ્ય સ્થાન સુધી પહોંચાડે. આ માટે ફી પણ વસૂલવામાં આવે છે. આખરે આ વાતને એક ગ્રાહકે સાચી સાબિત કરી આપી.
