ઉત્તર ભારતીય રાજ્યોમાં ઠંડીની અસર ધીરે ધીરે ઓછી થઈ રહી છે. ત્યારે હવામાન વિભાગના તાજેતરના અપડેટ મુજબ આગામી ત્રણ દિવસમાં રાજધાની સહિત દેશના અનેક રાજ્યોમાં હવામાન પલટાઈ શકે છે. ભારતીય હવામાન વિભાગ દ્વારા દિલ્હીમાં વરસાદ સાથે કરા પડવાની આગાહી કરી છે.
યુપી, બિહાર, ઝારખંડ, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં 5થી 6 ફેબ્રુઆરીએ હળવા વરસાદની સંભાવના છે.
જમ્મુ કાશ્મીરથી ગિલગીટ બાલ્ટિસ્તાન, મુઝફ્ફરાબાદ, લદ્દાખ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં આગામી 48 કલાકમાં હિમવર્ષા થવાની સંભાવના છે.