ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
દેહરાદૂન
2 જુલાઈ 2020
આમ તો સર્કસમાં હાથીઓને વિવિધ પ્રકારના કરતબ કરતા જોયા છે પણ શું ક્યારેય હાથીઓને જીમમાં કસરત કરતા જોયા છે? ઉત્તરાખંડમાં આવેલા રાજાજી નેશનલ પાર્ક અને ટાઈગર રિઝર્વમાં હાથીઓ માટે જીમની તૈયારીઓ શરુ થઇ ગઈ છે. અહી હાથીઓ બોલથી લઈને ટાયર રિંગ અને માટીમાં મસ્તી કરી શકશે. રાજાજી ટાઈગર રિઝર્વમાં એલિફન્ટ કેમ્પ છે, અહી 6 હાથી છે, જે જંગલનો રસ્તો ભટકી ગયા છે અથવા તો તેમની માતાથી કોઈ કારણોસર અલગ થઇ ગયા હતા. ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે આ બધાને ભેગા કર્યા. તેમાં ઘણા મદનિયા (બચ્ચાં) પણ સામેલ છે. આ બધાના સ્વાસ્થ્ય અને ખુશ રાખવા માટે આ જીમ બનાવામાં આવ્યું છે.
રાજાજી ટાઈગર રિઝર્વનાં સિનિયર વેટરનરી ઓફિસર ડોકટરના જણાવ્યા મુજબ કેમ્પમાં હાજર દરેક હાથીઓને મેડિકલ ચેકઅપથી લઇને જરૂરી તમામ મેડિકલ ટ્રિટમેન્ટ આપવામાં આવે છે. વધુ કહ્યું કે, "કેમ્પમાં હાથીઓ માટે ખાવા-પીવાની પૂરતી વ્યવસ્થા હોય છે, પણ તેમને જંગલ જેવો આનંદ મળતો નથી. જીમમાં જવા માટે હાથીઓને કોઈ દબાણ કરવામાં નહિ આવે. તેમને ત્યાં પ્રાકૃતિક વાતાવરણ આપવામાં આવશે અને પોતાની રીતે પ્રવૃત્તિ કરી શકશે". આમ કરવાથી હાથીઓને મેન્ટલ સ્ટ્રેસ નહિ લાગે અને સ્વસ્થ રહેશે. મારું પહેલેથી એક સપનું હતું કે હાથીઓ માટે જીમ બનાવવું. કહી શકાય કે આ દેશની પ્રથમ હાથીઓ માટેની વ્યાયામશાળા હશે. હું ઈચ્છું છું કે, વાઈલ્ડ લાઈફ સેક્ટરમાં આ જીમ એક સારું ઉદાહરણ બને અને અન્ય સ્થળે પણ આવા જિમ બને…
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com