ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
03 ઓગષ્ટ 2020
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 5 ઓગસ્ટે અયોધ્યા શ્રી રામ જન્મભૂમિ ખાતે ભવ્ય મંદિર નિર્માણ માટે ભૂમિ પૂજન કરવાના છે. આ સમાચારથી દેશભરમાં ઉત્તેજના અને ઉમંગનું વાતાવરણ છે. જેનો એક ફાયદો એ પણ થઈ રહ્યો છે કે જે લોકો ગાઈડલાઈન ને કારણે અયોધ્યા નથી આવી શકવાના તેવા હજારો લોકો દરરોજ સ્થાનિક બેંકમાં દાન જમા કરાવી રહ્યા છે.
અયોધ્યા ખાતે ભૂમિપૂજન કાર્યક્રમમાં મર્યાદિત લોકોને આમંત્રણ અપાયું છે. જેને લીધે, જે રામભક્ત અયોધ્યા આવી નથી શકતાં તેઓ ક્ષમતા પ્રમાણે મંદિરને દાન આપી રહ્યા છે. બેંકના સૂત્રોના જણાવ્યા અનુસાર, ઓગસ્ટ મહિનો ખૂબ મહત્વનો છે. ભૂમિ પૂજન દરમ્યાન મંદિરના નિર્માણ માટે દાન રૂપે સો કરોડથી વધુ નાણાં જમા થવાની શકાય છે. આ વર્ષે ફેબ્રુઆરીમાં સુપ્રીમ કોર્ટની સૂચનાથી કેન્દ્ર સરકારે 'શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની' રચના કરી હતી. ટ્રસ્ટ દ્વારા મંદિરના નિર્માણ માટે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયામાં ખાતું ખોલાવ્યું હતું. કોરોના રોગચાળો પ્રસર્યા બાદ પણ ભક્તોનો ઉત્સાહ ઓછો થયો નથી. દરમિયાન, 5 ઓગસ્ટે ભૂમિપૂજન કાર્યક્રમની ઘોષણા સાથે જ ટ્રસ્ટના ખાતાઓમાં દાન આપવાની હરીફાઈ અચાનક વધી ગઈ.
બેંકના સૂત્રોના જણાવ્યા મુજબ ભૂમિપૂજનની તારીખ નક્કી થઈ હોવાથી દરરોજ બે હજાર જેટલાં રામભક્તો અહીંની બેંક વિષે પૂછપરછ કરી રહ્યા છે. ખાતાના નંબર અને તેની માન્યતા વગેરેની તપાસ કરી રહ્યા છે. લોકો ઈમેલ ઉપરાંત બેંક અને ટ્રસ્ટના મોબાઇલ નંબર પર કોલ કરીને પૂછપરછ કરે છે. દરરોજ મોટી રકમના ટ્રાન્સફર પણ થઈ રહ્યા છે. આ બધું જોતા ઓગસ્ટમાં ટ્રસ્ટનાં ખાતામાં એક અબજ રૂપિયા જમાં થવાનો અંદાજ છે.
ભક્તો ફુલ નહીંતો ફૂલની પાંદડી પણ દાનમાં આપી રહયાં છે. દાતાઓમાં આશરે 60 ટકા યુવાનો અને લઘુમતીઓ છે. આ લોકો જે દાનમાં આપી રહ્યા છે તે ખૂબ મોટી નથી. ઘણા લોકો રૂ .1101, 501, રૂ. 101 સુધીનું દાન આપી રહ્યા છે,
વિવિધ પ્રાંતમાંથી માટી લઈને અયોધ્યા આવતા રામભક્તો નિત્ય ટ્રસ્ટની ઓફિસમાં રોકડ રકમ દાનમાં આપી રહ્યા છે. ભક્તોએ સોના ચાંદીની ઈંટો એટલી મોટી સંખ્યામાં આપી છે કે મંદિર ટ્રસ્ટે દાતાઓને અપીલ કરવી પડી છે કે સોના ચાંદીને બદલે ઓનલાઈન દાન આપો….
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com