ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
15 જુલાઈ 2020
જંગલ બુક ના બગીરા એટલે કે બ્લેક પેન્થર ને શોધવા માટે આખેઆખું વનવિભાગ કામે લાગ્યું છે. વાત એમ છે કે રત્નાગીરીના એક કૂવામાંથી બ્લેક પેન્થર ને બચાવી લેવામાં આવ્યું છે. આ બ્લેક પેન્થર દુર્લભ પ્રજાતિનું છે અને દેખાવમાં અત્યંત સુંદર હોય છે તેમજ અન્ય પશુઓમાં તે બેશકીમતી મનાય છે.
વનવિભાગના જણાવ્યા મુજબ બ્લેક પેંથરની હિલચાલ પર નજર રાખવા ટૂંક સમયમાં ત્યાં કેમેરા ગોઠવવામાં આવશે. અને આ દુર્લભ જાતિના દિપડાને શિકારી ઓથી બચાવવાના તમામ પ્રયત્ન કરવામાં આવી રહયાં છે. હાલ જિલ્લામાં દીપડાની સંખ્યા ખૂબ વધી ગઈ હોવાથી તેઓ ફરતાં ફરતાં માનવ વસ્તીમાં ઘૂસી આવતા હોવાનું જોવા મળ્યું છે, એવું વન વિભાગનું કહેવું છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ રત્નાગીરી માં રાજાપુર તાલુકાના એક કૂવામાં પડી ગયેલા કાળા પેન્થર ને બચાવી લેવામાં આવ્યું હતું…
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com