આ દિવસોમાં આકાશમાં ખૂબ જ રસપ્રદ અને અનોખા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. મંગળવારે કંઈક આવું જ જોવા મળ્યું. જ્યારે આકાશમાં પાંચ ગ્રહો એક સીધી રેખામાં આવ્યા હતા. સૂર્યાસ્ત બાદ પશ્ચિમ દિશામાં આ વિશિષ્ટ દ્રશ્ય જોવા મળ્યું હતું. ખાસ વાત એ હતી કે આ અનોખી ખગોળીય ઘટના જોઈને લોકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. એક સીધી રેખામાં આવેલા પાંચ ગ્રહો બુધ, ગુરુ, શુક્ર, યુરેનસ, મંગળ અને ચંદ્ર હતા.
5 Planets Aligned Together Today 🫶🏻
— Divya Gandotra Tandon (@divya_gandotra) March 28, 2023
હાલમાં સોશિયલ મીડિયા પર એક શ્વાન અને વાંદરાને લગતો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચને પણ આ ઘટનાને કેમેરામાં કેદ કરી હતી. બુધ, ગુરુ, શુક્ર, યુરેનસ, મંગળ અને ચંદ્ર એક સીધી રેખામાં આવતા આ અનોખી ઘટના પૃથ્વીના વિવિધ ભાગોમાંથી દેખાતી હતી. જો કે, બુધ અને યુરેનસના અસ્પષ્ટતાને કારણે, તેમને નરી આંખે જોવું શક્ય ન હતું. પરંતુ શુક્ર, મંગળ અને ગુરુને પણ નરી આંખે જોઈ શકાય હતા. તેનું કારણ એ છે કે આ ગ્રહો સૌથી તેજસ્વી છે. જો કે આ નજારો સૂર્યાસ્ત પછી અડધા કલાક સુધી જ જોવા મળ્યો હતો.
આ સમાચાર પણ વાંચો : હે ભગવાન.. આ માવઠું ક્યારે પીછો છોડશે? ગુજરાતમાં ફરી આ તારીખથી કમોસમી વરસાદ પડવાની આગાહી, ધરતીપુત્રોની ચિંતામાં.
ખૂબ જ દુર્લભ સંયોગ
આ ખગોળીય ઘટના ઘણી રીતે અત્યંત દુર્લભ હતી. સૌથી ખાસ વાત યુરેનસનો દેખાવ હતો, જે સામાન્ય રીતે પૃથ્વી પરથી દેખાતો નથી. નિષ્ણાતોના મતે, આ આશ્ચર્યજનક ઘટનાને પ્લેનેટ પરેડ અથવા પ્લેનેટ્સ અલાઈનમેન્ટ કહેવામાં આવે છે. છેલ્લી વખત આવો નજારો 24 જૂન 2022ના રોજ આકાશમાં જોવા મળ્યો હતો. તે જ સમયે, આ માટે તમારે આગામી 8 સપ્ટેમ્બર, 2024ની તારીખની રાહ જોવી પડશે.