News Continuous Bureau | Mumbai
સામાન્ય રીતે તમે ઉંદરોને ખાતા કે વસ્તુઓને નુકસાન પહોંચાડતા જોયા હશે. પણ શું તમે ક્યારેય કોઈ ઉંદરને ચોરી કરતા જોયો છે? અને તે પણ સામાન્ય વસ્તુની ચોરી નહીં પણ મોંઘાદાટ હીરાના હારની. હાલમાં એવો જ એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે જે એક ઉંદરનો છે. આ ઉંદર હીરાનો હાર ચોરી કરીને રફુચક્કર થતો નજરે પડે છે. વીડિયોમાં ઉંદરની હરકત જોઈને સોશિયલ મીડિયા યુઝર્સ પણ હસી પડ્યા.
આ વીડિયોને જુઓ.
#अब ये चूहा डायमंड का नेकलेस किसके लिए ले गया होगा…. 🤣🤣 pic.twitter.com/dkqOAG0erB
— Rajesh Hingankar IPS (@RajeshHinganka2) January 28, 2023
હારને લઈને છુમંતર
વાયરલ વીડિયો ક્લીપમાં તમે શો રૂમમાં હીરાના હારને જોઈ શકો છો. શો રૂમમાં એક ઉંદર ચોરની જેમ આવે છે અને હીરાનો હાર જાણે કે કોઈ ખાવાની વસ્તુ હોય તેમ હારને લઈને છુમંતર થઈ જાય છે. તમે વ્યક્તિઓના હીરા-સોનાના શોખ વિશે સાંભળ્યું હશે પણ આ ઉંદરને જોઈને તો એવું લાગે છે કે આ ઉંદરને પણ જ્વેલરીનો શોખ છે.