News Continuous Bureau | Mumbai
થોડા સમય પહેલા કોલ રેકોર્ડિંગ એપ્સ(Call recording apps) પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, જેના કારણે સ્માર્ટફોન યુઝર્સ(Smartphone users) ખૂબ જ પરેશાન થઈ ગયા હતા. તેમાં હવે વોટ્સએપ કોલ રેકોર્ડ(WhatsApp call record) કરવા ખૂબ જ મુશ્કેલ છે. આજના સમયમાં વોટ્સએપનો ઉપયોગ ચેટિંગ અને કોલિંગ માટે ઘણો થાય છે. વોટ્સએપ પર આવતા કેટલાક કોલ પણ મહત્વપૂર્ણ હોઈ શકે છે, જેને રેકોર્ડ કરવા જરૂરી હોય છે. તમે હજી પણ જોકે WhatsApp પર ઇનકમિંગ કોલ રેકોર્ડ કરી શકો છો. તે માટે જોકે તમારે થર્ડ પાર્ટીની(Third party) આવશ્યકતા રહેશે.
એમ તો WhatsApp પર કોલ રેકોર્ડિંગ કરવા માટે કોઈ સત્તાવાર રીત અથવા સુવિધા ઉપલબ્ધ નથી. આ ચેટિંગ પ્લેટફોર્મ(Chatting platform) પર કોલ રેકોર્ડ કરવા માટે તમારે થર્ડ પાર્ટી એપનો આશરો લેવો પડશે. જો કે વોટ્સએપ કોલ રેકોર્ડ કરવા માટે ઘણી એપ્સ ઉપલબ્ધ છે, પરંતુ તેમાં કોલ રેકોર્ડર ક્યુબ એસીઆર(Cube ACR) વિશે જાણી લો. આ એપની મદદથી તમે ખૂબ જ સરળતાથી કોલ રેકોર્ડ કરી શકો છો.
આ સમાચાર પણ વાંચો : લો બોલો-ઘરમાંથી આટલા કોકરોચ મળે તો આ કંપની આપે છે રૂ દોઢ લાખ -જાણો શું કારણ છે તેની પાછળ
કૉલ રેકોર્ડર ક્યુબ ACR વડે કૉલ્સ રેકોર્ડ કરવા માટે, તમારે કેટલાક પગલાંઓનું પાલન કરવું પડશે. સૌથી પહેલા તમારે ગૂગલ પ્લે સ્ટોર(Google Play Store) પરથી આ એપ (કોલ રેકોર્ડર ક્યુબ એસીઆર) ડાઉનલોડ કરવાની રહેશે. એકવાર તમારા સ્માર્ટફોનમાં એપ ઇન્સ્ટોલ થઈ જાય, પછી ફોનના સેટિંગ્સમાં જાઓ, 'એક્સેસિબિલિટી'(Accessibility) વિકલ્પમાં આ એપ માટે એપ કનેક્ટરને સક્ષમ કરો. જરૂરી પરવાનગીઓ આપ્યા પછી, તમારે WhatsApp કૉલ્સનો વિકલ્પ ચાલુ કરવો પડશે. આ પછી તમે તમારા વોટ્સએપ કોલ્સ સરળતાથી રેકોર્ડ કરી શકશો. જો તમે ઇચ્છો તો, તમે ઓટો-રેકોર્ડિંગ દ્વારા અથવા મેન્યુઅલી પણ કોલ રેકોર્ડ કરી શકો છો.